આણંદ
પેટલાદના ધોળીકૂઇ વિસ્તારમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામકાજ કરનારની દીકરીએ ૨૦૧૫-૧૬માં પેટલાદના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. જાેકે, આ લગ્ન અનુકુળ ન હોવાથી યુવતી સાથે વ્યવહાર રાખતાં નહતાં. આ લગ્ન જીવનમાં પરિણીતાને બે પુત્રીનો જન્મ પણ થયો હતો. દરમિયાનમાં ૨૬મી જાન્યુઆરી,૨૨ના રોજ સોજિત્રા ખાતે પિયરમાં લગ્ન હોવાથી પરિણીતા પણ લગ્નમાં આવી હતી. બાદમાં ૨૬મી જાન્યુઆરી,૨૩ના રોજ પુત્રવધુની સીમંત હતું. જેમાં પરિણીતા કે તેના પતિ આવ્યા નહતાં. પરંતુ ૧લી ફેબ્રુઆરીના રોજ પરિણીતાનો પરિવાર ઘરે હાજર હતો તે વખતે પરિણીતાનો પતિ ઘરે આવ્યો હતો અને છુટાછેડાના કાગળો આપી ગયો હતો. આ સમયે તેને વળતો પ્રશ્ન અને કારણ પુછતા તે તાડુક્યો અને બોલ્યો તમારી દીકરીને પુછી જુઓ..! જેથી પરિણીતાના પિતાએ દીકરીને ફોન લગાડ્યો હતો. પરંતુ સંપર્ક થયો નહતો. આ અંગે પતિએ ફરી ફોન કરી જાણ કરતાં રાત્રિના આઠેક વાગ્યાના સુમારે પતિ અને તેના પિતા ચાકુ લઇ વેવાઈઈના ઘરે ધસી આવ્યાં હતાં અને તેઓએ હુમલો કર્યો હતો. જેમાં ગળા પર ચપ્પાનો ઘા વાગ્યો હતો. આ ઉપરાંત તેમના પુત્રને પણ પેટમાં ચપ્પુ વાગતા તે પણ લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યો હતો. આ ઘટના બાદ બન્ને પિતા – પુત્ર જતા જતા ધમકી આપતાં હતાં. બીજી તરફ બુમાબુમથી પડોશીઓ દોડી આવ્યા હતા અને પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે પેટલાદ પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પેટલાદ શહેરના ધોળીકૂઈ વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટરના પુત્રીએ પ્રેમલગ્ન કર્યાં હતાં. જાેકે, આ લગ્ન બાદ ઘરમાં ઝઘડાના પગલે વાત છુટાછેડા સુધી પહોંચી હતી. જેને લઇ કોન્ટ્રાક્ટરને તેના જમાઇ તથા સસરા સાથે ઝઘડો થયો હતો. જેમાં બન્ને પિતા – પુત્રએ છરીના ઘા ઝીંકી જીવલેણ ઈજા પહોંચી હતી. જેમાં વેવાઇએ તો ગળા પર જ છરાનો ઘા ઝીંકતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે પેટલાદ પોલીસે બન્ને પિતા – પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. આ હુમલામાં કોન્ટ્રાક્ટરના પુત્રને પણ પેટમાં છરીનો ઘા વાગ્યો હતો.


