Gujarat

 પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના 9 વર્ષના શાસનમાં દેશમાં અને છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં થયેલ વિકાસની વણથંભી વણઝાર ની ઉજવણી સંદર્ભે સાંસદ ગીતાબેન રાઠવા અને મીડિયા પ્રભારી હિરેન કોટક દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક પ્રેસ બેઠક યોજી હતી.  

સમગ્ર દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 9 વર્ષના સુશાસન ની ઉજવણી અંતર્ગત આયોજિત પ્રેસ બેઠકમાં સાંસદ ગીતાબેન રાઠવાએ દેશની સેવા સુશાસન અને જનકલ્યાણના થયેલા કામો વર્ણવતા છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં કરવામાં આવેલ ઐતિહાસિક કામો પણ વર્ણવ્યા હતા, સાંસદે જણાવ્યું હતુંકે રાજ્ય અને કેન્દ્રની સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી સૌનો સાથ..સૌનો વિકાસ…સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સૂત્ર સાથે દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થયો છે અને તેની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે.

VideoCapture_20230608-185925.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *