Gujarat

પ્રધાનમંત્રીના અધ્યક્ષતામાં અમૃત આવસોત્સવ યોજાયો જેમાં કવાંટના માણાવાંટ ગામે લાભાર્થી સાથે પ્રધાન મંત્રીએ વરચુઅલ સંવાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે આજે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં લાભાર્થીઓના મકાનો નું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને ગરીબ લાભાર્થીઓને હાલચાલ પૂછ્યા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણાવાંટ ગામે પી.એમે કાંતાબેન રાઠવા સાથે વર્ચ્યુઅલ વાત કરી. કાંતાબેન સાથે વાત કરતા પી.એમ. મોદીએ કવાંટ તાલુકા અંગે પોતાની યાદો તાજા કરી કેવી રીતે કવાંટ તાલુકાને સૌથી પછાત તાલુકાથી આજે વિકાસના પંથે લાવવા માટે કામગીરી કરી તેની વાત કરી હતી. તો આદિવાસી ગરીબ લાભાર્થી કાંતાબેન રાઠવાએ પીએમ. નરેન્દ્ર મોદી સાથે વાત કરતા ખુશીની લાગણી વ્યક્ત કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

avasotsav-9.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *