Gujarat

પ્રસિદ્ધ સારંગપુરધામના પાવન પરિસરમાં  ગુજરાત યુવા સંવાદ સંપન્ન થયો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ પ્રેરિત અને Y-20 અંતર્ગત બોટાદ જિલ્લાના યુવાનોને ભારત માટે ગૌરવપૂર્ણ એવાં G-20 ના અધ્યક્ષપણાની વિસ્તૃત માહિતી સાથે યુવાનોને વિશ્વનું અર્થતંત્ર, પર્યાવરણ, આરોગ્ય,ડિઝિટલાઈઝેશન,અને સસ્ટેનેબલ એનર્જી અંતર્ગત માર્ગદર્શન મળી રહે એ માટે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું…
    યુવાનોને પ્રેરતા આ માહિતીસભર કાર્યક્રમમા અતિથિ વિશેષ તરીકે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરના કોઠારી શ્રી વિવેકસાગરસ્વામી,તથા શ્રી જગતસ્વામી, બોટાદ જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી કિશોર બળોલિયા સાહેબ, ડિ.વાય.એસ.પી શ્રી મહર્ષિ રાવલ સાહેબ,શ્રી હિમાંશુભાઈ( ઝોન સંયોજક, પુંસરી ગામના પૂર્વ સરપંચશ્રી ,શ્રી બ્રીજરાજસિંહ ગોહીલ( ઝોન સંયોજક ભાવનગર )  , સંકેત શર્મા (ઝોન સંયોજક)શ્રી યતીનભાઈ નાયક ( ઝોન સંચોજક નર્મદા)  શ્રી ભાવિકભાઈ ખાચર ( એપીએમસી ચેરમેન બરવાળા)  શ્રી કમલેશભાઈ રાઠોડ, વનરાજસિંહ ડાભી,શ્રી હિતેન્દ્રસિંહ ડાયમા( જિલ્લા સંચોજક,) , શ્રી વિજયભાઈ ખાચર, શ્રી ગૌતમભાઈ ખસીયા,શ્રી કુલદીપ ભાઈ ખવડ  ,શ્રી જિજ્ઞશભાઈ બોળિયા તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ની સમગ્ર ટીમ  સાથે મોટી સંખ્યામાં યુવા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં….
  આ ગૌરવપૂર્ણ કાર્યક્રમના મુખ્ય વક્તા બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક, લેખક,કવિ,એન્કર,મોટિવેશનલ સ્પીકર અને શ્રેષ્ઠ વક્તા શ્રી પ્રવીણભાઈ ખાચર સાહેબ હતાં…ખાચર સાહેબે પોતાની આગવી અને પ્રવાહક શૈલીમાં “યુવાઓ માટે આરોગ્ય,સુખાકારી અને રમત ગમ્મત” એ વિષય સાથે G-20 અને Y-20 ની વિસ્તૃત સમજ સાથે ઉત્તમ સંવાદ કરતાં સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં. આ માટે શ્રેષ્ઠ વક્તા તરીકે શ્રી પ્રવીણભાઈ ખાચરને શાલ અને સ્વામી વિવેકાનંદની બેસ્ટ સેલર બુક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું…. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન બોટાદ જિલ્લા જી.આર.ડી કમાન્ડન્ડ અને ઉત્તમ સ્ટેજ સંચાલક ભાઈશ્રી હરેશભાઈ ધાધલ  દ્વારા કરવામાં આવ્યું હતું…આમ આ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230528-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *