Gujarat

પ્રાંતિજ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનો છઠ્ઠો પાટોત્સવ યોજાયો

– હવન પુજા સહિત ના કાર્યક્રમો યોજાયા
– હજારો ની સંખ્યામાં માઇભકતો એ દર્શન કરી પ્રસાદ લઇને ધન્યતા અનુભવી
– પ્રાંતિજ તથા તાલુકા માંથી પટેલ સમાજનાં ભાઇ- બહેનો ઉપસ્થિત રહ્યાં

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે આવેલ સુપ્રસિદ્ધ  શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ખાતે છઠ્ઠો પાટોત્સવ યોજાયો  હતો જેમાં હવન પુજા સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં

પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ સુ પ્રસિદ્ધ પૌરાણિક શ્રી બ્રહ્માણી માતાજીના મંદિર ખાતે એક દિવસીય ભવ્યાતિભવ્ય છઠ્ઠો પાટોત્સવ યોજાયો હતો જેમાં મંદિર ના વિશાળ ચોકમાં યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવન ના મનીષ ભાઇ જયંતિભાઇ પટેલ પરિવાર દ્રારા ધર્મ લાભ લીધો હતો પ્રાંતિજ ખાતે રહેતાં પટેલ સમાજનાં ભાઇ- બહેનો સહિત તાલુકામાંથી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી બ્રહ્માણી માતાજી માઇ મંડળ તથા મંદિર વ્યવસ્થા સ્થાપકો  દ્વારા કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય  મહેન્દ્રસિંહ બારૈયા  ઉપસ્થિત રહીને  દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *