Gujarat

પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર માં ગટર નુ કામ અધુરુ છોડતા લોકો પરેશાન

– છેલ્લા એક વર્ષ થી રજુઆત છતાંય જેસેથેની સ્થિતિ
– ખુલ્લી ગટર ગંદકી ને લઈ ને આજુબાજુ મા રહેતા લોકો પરેશાન
– મચ્છરજન્ય રોગચાળા ની ભીતી પણ આ વિસ્તાર ના લોકોને સંતાવે છે
– ગંદકીથી ખદબદી ઉઠેલ ખુલ્લી ગટરથી રહીશોના નાકના ટેડવા પણ ફૂલી ગયા છે

એંકર
સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર માં આવેલ જાંબુડી વાસમા છેલ્લા કેટલાય સમય થી ગટર નું કામ અંધુરૂ છોડતા આજુબાજુમા રહેતા લોકો ગંદકી ને લઈ ને તોબાતોબા પોકારી ઉઠયા છે અને અસહ્ય ગંદકી થી આ વિસ્તાર ના લોકો ને રોગચાળા ની ભીતી જોવા મળી રહી છે

વીઓ૦૧
પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ જાંબુડીવાસ ખાતે છેલ્લા એક વર્ષ થી અંધુરી મુકેલ ગટર લાઇન નુ કામ એટલે મુકી દેતા આ વિસ્તાર ના રહીશો ની ઉધ હરામ થઈ ગઈ છે અને ખુલ્લી ગટર મા માત્ર પાઈપો મુકી દેતા કામ અધુરૂ છોડી દેતા અહી આ વિસ્તાર નુ આખુ ગંદુ પાણી આવે છે અને આ વિસ્તાર મા ભરાઇ રહેતા દુરગંધ માળે છે તો બીજીબાજુ અહીથી પ્રસાર થતા લોકો કે આજુબાજુમા રહેતા લોકો ને દુરગંધ મારે છે તો મેલેરીયા , કોલેરા સહિત મચ્છરજન્ય રોગો નો ભંય સંતાવે છે તો આ વિસ્તાર ના લોકો એ જયારે આ વિસ્તાર ના કોર્પોરેટરો ને પણ જાણ કરી હતી અને કોર્પોરેટરો ની ટમ પૂર્ણ થતા પાલિકામા પણ જાણ કરી છતાંય આજદીન સુધી અહી કોઇ જોવા પણ આવ્યુ નથી અને વિસ્તાર ના લોકો નુ કોઇ સાભળતુ નથી અને અહી આખા ગામનુ ગંદુપાણી આવે છે જેથી દુરગંધ મારે છે અને દુરગંધ ને લઈ ને આજુબાજુમા રહેતા લોકોને અહી રહેવુ પણ મુશ્કેલ બન્યુ છે
બાઈટ -1 રીન્કુ સ્થાનિક
છતાંય કોઇ જોવા પણ ફરકતુ નથી ત્યારે ગંદુપાણી અંહી જમા થતા દિવસે કે રાત્રી દરમ્યાન એટલી બધી દુરગંધ મારે છેકે અહીથી અવરજવર કરતા લોકો કે આજુબાજુમા રહેતા લોકોના નાક ના ટેડવા પણ ચડી જાય છે
બાઈટ -2 સ્થાનિક
બાઈટ -3 ભીખાભાઈ
ત્યારે પાલિકા મા રજુઆત બાદપણ કોઇ નિકાલ ના આવતા હાલતો આ વિસ્તાર ના રહીશોને કમળો , કોલેરા ,મેલેરિયા , ડેન્ગ્યુ જેવા રોગોનો ભંય પણ સંતાવે છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આ અહેવાલ પ્રસિધ્ધ થયાબાદ  પાલિકા મા બેઠેલ જવાબદાર તંત્ર અહી આવી ખરેખર સમસ્યા ને જોઈ અને યુધ્ધ ના ધોરણે ઝડપી કામ હાથ લેશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે આવનાર દિવસોમાજ ખબર પડશે ત્યારે હાલતો આ વિસ્તાર ના લોકો પાલિકા ના પાપે ગંદકી વચે જીવવા મજબૂર બન્યા છે તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *