Gujarat

 પ્રાચી તીર્થ ખાતે  દેવ પિતૃ કાર્ય અમાસ નિમિતે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યો.

હાર્દિક કાનાબાર પ્રાચી
આજના પાવન દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારા પિતૃ તર્પણ કરાવવા માં આવ્યું.હતું
પ્રાચી તીર્થ…
સો વાર કાશી એક વાર પ્રાચી એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ માં  હાલ ચાલી રહેલ ચૈત્ર માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ  મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે દેવ પિતૃ કાર્ય અમાસ નિમિત્તે મોટી શંખ્યાં મા યાત્રાળુઓ  નો ઘસારો જોવા મળ્યો હતો
પ્રાચી તીર્થ  ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી કિનારે  બિરાજમાન  શ્રીમાધવરાયજી પ્રભુ તેમજ રુક્ષમણીજી નું પ્રાચીન મંદિર છે તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ છે તેમજ પ્રાચીન અલગ અલગ   છ શિવ મંદિરો આવેલા છે આજ ચૈત્રી અમાસ નિમિતે પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળેપાણી રેડવા તેમજ પિતૃકાર્ય કરાવવા યાત્રાળુઓ નો બહોળી સંખ્યા માં ઉમટ્યા હતા  પ્રાચી તીર્થ   ખાતે પિતૃઓ ના મોક્ષાર્થે બ્રાહ્મણો દ્વારા વિધિ વત પૂજા અર્ચના કરાવી મોક્ષ પીપળે પાણી રેડી બ્રાહ્મણો ને દાન દક્ષિણા આપી માધવરાયજી ના દર્શન કરી  ધન્યતા અનુભવી હતી

IMG-20230420-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *