Gujarat

પ્રાચી તીર્થ ખાતે સુત્રાપાડા પોલીસ દ્વારા ટ્રાફિક ને લઈ પેટ્રોલિંગ કરાયું

ચંદુભાઈ છગ પ્રાચી
હોળી તેમજ ધુળેટી તહેવારો ને ધ્યાને લઇ સુત્રાપાડા પોલીસ સક્રિય
પ્રાચી તીર્થ ખાતે આજ રોજ સાંજે 6.30 મિનિટે સુત્રાપાડા પીએસઆઇ ગરચર સાહેબ ની આગેવાની હેઠળ  હોળી તેમજ ધુળેટી તહેવાર ને લઈ પ્રાચી તીર્થ હાઇવે રોડ તેમજ મુખ્ય બજારો માં પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું જેમાં પીએસઆઇ ગરચર  દ્વારા નાના મોટા વેપારીઓ સાથે મુલાકાત લઈ તહેવાર ને લઈ વધુ પડતી  ટ્રાફિક ન થવા દેવા જણાવ્યું હતું અને તહેવારો ને લઈ અસામાજિક તત્વો દ્વારા કાઈ અઘટિત ઘટના ન બને તેની કાળજી રાખવા અને શાંતિ પૂર્ણ તહેવારો ઉજવવા અનુરોધ કરાયો હતો આ તકે પેટ્રોલિંગ માં સુત્રાપાડા પીએસઆઇ ગરચર  બીટ જમાદાર પ્રકાશભાઈ વાળા, રોહિતભાઈ ચાવડા, માલદેભાઈ ભોળા, બનેશિહભાઈ મોરી સહિત નો સ્ટાફ જોડાયો હતો

IMG-20230304-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *