Gujarat

પ્રાચી થી ગાંગેથા જોડતો રોડ અતિ બિસમાર સત્વરે રોડ બનાવવા લોક માંગ

હાર્દિક કાનાબાર પ્રાચી

હર વર્ષે અરજીઓ કરવા છતાં રોડ બનતો નથી માત્ર ખાડા બુરી ને ચલાવી લેવાય છે
પ્રાચી તીર્થ થી જોડતો ગાંગેથા સિંગલ પટી રોડ જે 10 થી 12 ગામડા ઓને જોડતો રોડ હાલ અતિ બિસમાર હાલત માં જોવા મળે છે આખા રોડ પર નાના મોટા ખાડા ઓ પડી ગયા હોવા થી વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેથી ગાંગેથા રોડ પર આવેલા ગામડા ઓ માંથી  અબડાઉન કરતા વિદ્યાર્થી ઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેને ધ્યાને લઇ અવાર નવાર અરજીઓ કરવામાં આવે છે છતાં તંત્ર તરફ થી વળતો જવાબ મળતો નથી અને જરૂર મુજબ નાના મોટા ખાડા માં ભરતી કરી મૂકી દેવાઈ છે સ્થાનિક લોકો ના કહેવા મુજબ દર વર્ષે આ રોડ પર ખાડા પડી જતા હોવાથી માત્ર ખાડા બુરી થિંગડા મારી ને મૂકી દેવાઈ છે હાલ તો આ સિંગલ પટી રોડ ની બને સાઈડ માં પણ મોટી મોટી ખાડી ઓ હોવાથી  અને બન્ને સાઈડ કોઈ સેફટી દીવાલો પણ ન હોવાથી ઘણી વખત વાહન રોડ થી નીચે ઉતરી જવાના બનાવો પણ બનતા રહેતા હોવાથી વાહન ચાલકો પણ  જીવના જોખમે વાહનો ચલાવે છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી તો સુ તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે કે કોઈ મોટી જાન હાનિ થવાની રાહમાં છે  કોઈ મોટી જાનહાની સર્જાઈ એ પહેલાં રોડ બનાવવા લોક માંગ ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *