નિષ્કપટ મનથી કરવામાં આવેલ પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી.જીવનપથ ઉપર જ્યારે પરીણામ અમારી આશાથી ઉલ્ટુ આવે છે અને અમારા હાથમાં કશું જ ન હોય તે સમયે પ્રભુ પરમાત્માને કરેલ પ્રાર્થના અમારી આશાના દિપકને પ્રદિપ્ત રાખે છે.પ્રાર્થનાના માટે એક મંદિરનું હોવું જરૂરી નથી પરંતુ એક સ્વચ્છ મન હોવું જરૂરી છે.
જીવનમાં હંમેશાં પરીણામ અમે વિચારીએ છીએ તેવું આવતું નથી.કોઇપણ કર્મનું પરીણામ મનુષ્યના હાથમાં હોતું નથી પરંતુ પ્રાર્થના અમારા હાથમાં હોય છે.પ્રાર્થના વ્યક્તિના આત્મબળને મજબૂત કરે છે અને પ્રાર્થનાની શક્તિથી તે વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં અને જ્યારે તેને લાગે છે કે હવે હાર સુનિશ્ચિત છે તેવા સમયે અટલ રહે છે.
પ્રાર્થનામાં એક અદ્રશ્ય શક્તિ હોય છે.આપ પ્રાર્થના કરતાં શિખો.જ્યારે ઘોર નિરાશાના વાદળો આપની ચારો તરફ મંડરાઇ રહ્યા હોય છે ત્યારે પ્રાર્થના અમોને આશાવાન બનાવીને પુરી શક્તિની સાથે આગળ વધવાનું શિખવે છે.
ભક્તો પરહિતના માટે ફક્ત પ્રાર્થના જ નથી કરતા પરંતુ પ્રયત્નો ૫ણ કરે છે.પ્રાર્થનાની સાથે તેના અનુરૂ૫ કર્મ આવશ્યક છે.
સુમિત્રા દાદુભાઇ નિરંકારી