ગુજરાત રાજ્યમાં સ્ટેમ્પ ડયુટી ચુકવવાના અલગ-અલગ માધ્યમો અમલમાં છે.જેમાંથી નોન-
જયુડીશીયલ ફીજીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા. ૧/૧૨/૨૦૧૯થી રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. તે સિવાય
હાલ ફ્રેન્કીંગ પધ્ધતિ, ઇ-સ્ટેમ્પીંગ પદ્ધતિ તથા ઇ-પેમેન્ટ પદ્ધતિ અમલમાં છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા ફ્રેન્કીંગ પદ્ધતિ
તા.૩૧/૩/૨૦૨૫ સુધી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ તેમાં તા.૧૫/૪/૨૦૨૩થી એક ડોક્યુમેન્ટમાં
રૂ.૧૦,૦૦૦/-ની મર્યાદા નકકી કરવામાં આવેલ છે.
આગામી તા.૧૫/૪/૨૦૨૩થી રાજય સરકાર દ્વારા જંત્રી ભાવમાં વધારાનો અમલ કરવામાં આવનાર છે. જેથી
તા.૧૪/૪/૨૦૨૩ સુધી સ્ટેમ્પ ડયુટી ચુકવવા માટે ધસારો રહેવાની શકતયા રહેલ છે. તા.૧૪/૪/૨૦૨૩ સુધી ફ્રેન્કીંગ પદ્ધતિ
કોઇ પણ મર્યાદા વગર ઉપલબ્ધ છે.દરેક સબ રજીસ્ટ્રાર કચેરીઓ તેમજ માન્ય સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની
સેક્રેટરી પાસે ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો ઉપલબ્ધ છે. તેમજ નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી ચુકવવા માટે ઇ-પેમેન્ટ-ઓનલાઇન
ઇ-ચલણ પદ્ધતિ વર્ષ ૨૦૧૯થી ઉપલબ્ધ છે.જે વિવિધ માધ્યમોનો મહત્તમ લાભ લેવા સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને
નોંધણીસર નિરીક્ષકશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
