Gujarat

બગસરામાંથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા માર્ગદર્શન આપેલ હતુ.અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઈ કાલ તા.૦૬/૦૫/૨૦૨૩ નાં બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડી, મજકુર ઇસમને મોટર સાયકલ બાબતે પુછ પરછ કરતા આ મોટર સાયકલ આશરે પંદર દિવસ પહેલ મહુવા મુકામે આવેલ બજાજ ગાડીના શો રૂમથી ચોરી કરેલાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
કીશોરભાઈ વેલજીભાઈ ઉર્ફે ટીણાભાઈ પરમાર, ઉ.વ.૨૭, રહે.કળસાર, ૬૬ કે.વી.પાસે, તા.મહુવા,
જિ.ભાવનગર.
પકડાયેલ મુદ્દામાલ –
હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ એન્જીન નં. HA10EEA9A16716, કિ.રૂ.૨૫,૦૦૦/-
પકડાયેલ આરોપીએ ચોરી કરેલ મોટર સાયકલ અંગેની વિગતઃ-
એક હિરો હોન્ડા કંપનીનુ બ્લુ તથા રેડ કલરના પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ છે જેના એન્જીન નં. HA10EEA9A16716 છે .જે મો.સા.અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. દીનેશકુમાર ચમનભાઈ દંતાણી,રહે.અમદાવાદ વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે .જે .મો.સા.ની કિ.રૂ.૨૫,૦૦૦ -/ગણાય,આ મોટર સાયકલની ચોરી આજથી આશરે પંદર દિવસ પહેલા મહુવા મુકામે બજાજ શો રૂમથી ચોરી કરેલ હોવાનું જણાવે છે .અંગે મહુવા પો.સ્ટે.૧૧૧૯૮૦૩૫૨૩૦૫૬૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી .થયેલ છે
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230507-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *