ડીસાના ટીસીડી ફાર્મ ખાતે સત્સંગ પારાયણનો લાભ લેતા હરિભક્તો
ગીરગઢડા
ભરત ગંગદેવ
બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરના ટીસીડી ફાર્મ પટાંગણમાં બી એ પી એસ ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડીસા દ્વારા આયોજિત પંચ દિવસીય સત્સંગ પારાયણનો
તા 11-04-2023ને મંગળવારથી પ્રારંભ થયો છે જેમાં પ્રેરણાદાયી વક્તા પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી (પુરાણી)એ પ્રથમ દિવસના સત્સંગમાં ભર્તૃહરિ કપિલમુનિ વેદવ્યાસ જેવા પૌરાણિક પાત્રો અને આશુતોષ રામ કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ જેવા અવતારી પુરુષોની અવતારકથા-જીવનચરિત્ર વડે આર્ટ ઑફ લિવિંગ-જીવન જીવવાની કળા સમજાવી હતી.અંગ્રેજી ગુજરાતી શબ્દોના સુંદર પ્રાસ યોજીને સાંસારિક પ્રસંગો વડે લોકભોગ્ય ભાષામાં ઉદબોધન કર્યું હતું.સંત અને શેરડી પીલાવા છતાં પણ મૂળ પ્રકૃતિને છોડતા નથી ! સહનશક્તિ વધુ ચોખવટ ન કરવી મૌન પ્રેમ અને શત્રુ માટે પણ શુભ પ્રાર્થના-ભાવના જેવા ગુણો વિકસાવવા જોઈએ તેવી પ્રમુખ સ્વામીજીએ કહેલી વાત તેમણે રજૂ કરી હતી.તુકારામ એકનાથ અને નરસિંહ મહેતાના ઉદાહરણ આપીને હકરાત્મક અભિગમ અપનાવવા સોનેરી સલાહ અપાઈ હતી.બાલ્યાવસ્થા યુવાવસ્થા પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પૈકી જે અવસ્થામાં સત્વરે સમજણ વિકસે તે અવસ્થાને શ્રેષ્ઠ ગણવા આહ્વાન કરાયું હતું.15.04.2023ને શનિવાર સુધી રોજ રાત્રે સાડા આઠ વાગ્યે સત્સંગ પારાયણ પ્રવાહિત રહેવાની હોવાથી વધુને વધુ હરિભક્તો લાભ લેશે એમ જાણવા મળ્યું હતું !


