Gujarat

બહારના રાજયોમાંથી અગર દેશબહારથી આવતા આવા તત્વો રજીસ્ટર્ડ ન થયેલ સાયકલ મોપેડ અને વિદ્યુતથી ચાલતા વાહનો અંગે જાહેરનામું

છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી / ભાંગફોડીયા તત્વો દેશના અલગ-અલગ રાજયોમાં આતંક ફેલાવવાના થયેલ હેતુથી રજીસ્ટર્ડ ન થયેલ હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકિત નૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઈ સ્પષ્ટ નોંધણી ન હોવાના કારણે તેના મુળ માલિક સુધી પહોંચવાનું, તપાસ એજન્સીઓ / પોલીસ માટે ખુબજ મુશ્કેલ બનતું હોય છે, મદહઅંશે આવા વાહનોના વેચાણ વખતે, આવા જુના વાહનોની લે વેચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ, ખરીદનાર / ગ્રાહક પાસેથી ઓળખના પુરતા પુરાવા મેળવ્યા વગર વાહનોનું વેચાણ કરતા હોય છે, લે-વેચ કરતા હોય છે કે ભાડે આપતા હોય છે. મોટા શહેરોમાં બનેલ અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી/ અસામાજીક તત્વો આવા થયેલ રજીસ્ટર્ડ ન થયેલ હોય તેવા સાયકલ / મોપેડ / વિદ્યુતથી ચાલતા વાહનો ખરીદી કે ભાડે મેળવી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચે તેવી કોશીશ કરી રહયા છે.
બહારના રાજયોમાંથી અગર દેશબહારથી આવતા આવા તત્વો રજીસ્ટર્ડ ન થયેલ હોય તેવા સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો ખરીદી / ભાડે મેળવી, સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ,૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ સાયકલ મોપેડ અને વિદ્યુતથી ચાલતા વાહનો અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.
આથી શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી હુકમ કરે છે કે, સમગ્ર ખેડા જિલ્લાના વિસ્તારમાં ૨જીસ્ટર્ડ ન થયેલ હોય તેવા સાયકલ/ મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનોનું વેચાણ કરનાર, આવા જુના વાહનોની લે–વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ, જયારે જયારે આવા નવા વાહનોનું વેચાણ કરે, આવા જુના વાહનોની લે-વેચ કરે કે આવા વાહનો ભાડે આપે ત્યારે, જે વ્યકિતને આવું વાહન વેચાણ કરેલ હોય, આવું વાહન ખરીદેલ હોય અથવા તો જે વ્યકિતને ભાડે આપેલ હોય, તેવી વ્યકિત પાસેથી જરૂરી માહિતી આધાર-પુરાવા મેળવીને, ઓળખની વિગતો ભરીને તે મુજબનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ જરૂર જણાવે જિલ્લા મેજીસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારી માગે ત્યારે તેઓને અવશ્ય આપવાની રહેશે
સાયકલ મોપેડ વિદ્યુત થી ચાલતા વાહનોનું વેચાણ કરનાર લે વેચ કરનાર તથા ભાડે આપનાર વેપારીઓ માટે નિભાવવાના રજીસ્ટર મુજબ જેમકે વાહન કોને વેચેલ છે, કોની પાસેથી ખરીદેલ છે, કોને ભાડે આપેલ છે તેનું પૂરું નામ અને સરનામું ,ટેલીફોન નંબર, મોબાઈલ નંબર, ઉંમર, વાહનનો પ્રકાર, એન્જિન નંબર, ચેસીસ નંબર, રજૂ કરેલ આધાર પુરાવા (જેવા કે રેશનકાર્ડ ,ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંકની પાસબુક ,પાનકાર્ડ આકારણી પત્રક, પાસપોર્ટની નકલ, ઇલેક્ટ્રીક બિલ ટેલીફોન બિલ, મોબાઈલ બિલ વગેરે (ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણિત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઇલમાં રાખવી ) વેચાણ બિલ નંબર અને તારીખની વિગતો ભરીને તે મુજબનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
આ હુકમ તા.૨૩/૦૫/૨૦૨૩ થી તા.૨૧/૦૭/૨૦૨૩ (બંન્ને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં કરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી હેડ કોન્સ્ટેબલ સધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *