Gujarat

બાબરા પોલીસે નાનીકુંડળ ગામે સીમ વિસ્તારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલો ૨૧૧ પકડી

બાબરા પોલીસે નાનીકુંડળ ગામે સીમ વિસ્તારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલો ૨૧૧ પકડી

રિપોર્ટર દિપક કનૈયા બાબરા દ્રારા

મોબાઇલ નંગ ૦૨ સહિત કુલ કિ. રૂ ૧,૧૩,૯૬૦‰- નો મુદ્દામાલ પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

અમરેલી પોલીસ આધિક્ષકશ્રી હિમકરસિહ સાહેબ ની દારૂ બંધી અંગે કડક સુચના થી અમરેલી જીલ્લામાંથી દારૂ- જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી.જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ.

જે અન્વયે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી સાહેબ તથા બી.પી.પરમાર પો.સબ,ઇન્સ, તથા હેડ કોન્સ. ભરતભાઇ પી.ડોડીયા તથા પો.કોન્સ હર્ષદભાઇ ભરતભાઇ ડાભી તથા પો.કોન્સ.તુષારભાઇ પંડયા તથા આ.પો.કોન્સ ગોકળભાઇ રાતડીયા એ રીતેના બાબરા પો.સ્ટે હાજર હતા એ દરમ્યાન પો.કોન્સ હર્ષદભાઇ બી.ડાભીનાઓને બાતમી હકિકત મળેલ કે જગાભાઇ નથુભાઇ બાખલકીયા રહે.નાની કુંડળ સીમવિસ્તાર તા.બાબરા વાળાએ નાની કુંડળ ગામે છતરીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ પોતાના કબ્જાની વાડીના પડામાં કડબના ઢગલમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખેલ છે તેવી હકીકત મળતા બે પંચો સાથે રાખી પો.સ્ટાફ.ના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ દોડ જામબરવાળા ગામ થઇ નાની કુંડળ ગામે છતરીયા ગામ તરફ જવાના રસ્તે સીમ વિસ્તારમાં જગાભાઇ નથુભાઇ બાખલકીયાની વાડીએ રેઇડ કરતા ત્રણ ઇસમો હાજર હોય જેમને કોર્ડન કરી બેસાડી ઇ હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા અલગ અલગ અલગ બ્રાન્ટ ની બોટલો જોતા ALL SEASONS લખેલ બોટલો નંગ ૮૪ તથા ROYAL CHALLENGE ની બોટલો ૧૨૭ મળી કુલ બોટલો ૨૧૧ કી રૂ.૧,૦૮,૪૬૦ તથા હાજર ઇસમો પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ ૦૨ કી.રૂ.૫૫૦૦ મળી કુલ રૂ.૧,૧૩,૯૬૦ નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ ત્રણ ઇસમો સદરહુ પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેમના વિરૂધ્ધ થી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૮૧ હેઠળ કાર્યવાહી કરેલ.
ગુન્હામાં પકડાયેલ આરોપી
(૧) જગાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.૫૫ ધંધો.ખેતી રહે.નાની કુંડળ સીમવિસ્તાર તા.બાબરા જી.અમરેલી (૨) દેહાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.૬૦ ધંધો.ખેતી રહે.નાની કુંડળ સૌમવિસ્તાર તા.બાબરા જી.અમરેલી (૩) મહેશભાઇ ભીખાભાઇ કામળીયા ઉ.વ.૩૬ ધંધો.ખેતી રહે.બાબરા જીવણપરા તા.બાબરા જી.અમરેલી

ગુન્હાના કામે પકડાવાના બાકી આરોપી (૧) ભરત ઉર્ફે લાલી પુંજાભાઇ ડેર રહે.કરકોલીયા તા.લાઠી જિ.અમરેલી

– પકડાયેલ મુદ્દામાલ :- (૧) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૮૪ શ્રી રૂ.૪૨,૪૨૦/- (ર) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની ROYAL CHALLENGE PREMIUM WHISKY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૧૨૭ કૌં રૂ.૬૬,૦૪૦/- (૩) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૦૨ જેની કિ.રૂ.૫૫૦૦/-
બાબરા પોલીસ સ્ટેશન ની પ્રસન્સી કામગીરી ને બિરદાવી જીલ્લા એસપી હિમકરસિહ સાહેબે

IMG-20230314-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *