Gujarat

બાલાસિનોરની GIDC માંથી પ્રતિબંધિત ૨૧ લાખથી વધુની ચાઈનીઝ દોરી ઝડપાઈ

મહીસગાર
ઉત્તરાયણના તહેવારને હવે થોડાજ દિવસો બાકી રહ્યા છે. તેવામાં માર્કેટમાં પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસની લાખ જાેવા મળી છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોની અટકાયત કરી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે. તેવામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લાની બાલાસિનોર પોલીસે બાતમી આધારે શહેરની જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર ઝ્ર/૧૪૬ના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઘાતકી ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં ઈદ્રિશ ઈસાક શેખ જે બાલાસિનોરનો રહેવાસી છે. તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં સ્ટોક કરી વેચાણ કરતો હતો. જેવી બાતમી બાલાસિનોર પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં પોલીસને કુલ ફીરકી ૧૨,૫૪૨ નંગ મળી આવી છે. જેની કુલ કિંમત રૂપિયા ૨૧ લાખ ૨૮ હજાર ૧૮૦ છે. તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઈદ્રીશ શેખ સામે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે બાલાસિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર એન.એ.નિનામ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે, બાલાસિનોર જી.આઈ.ડી.સી ખાતે પ્લોટ નંબર ઝ્ર/૧૪૬ના ગોડાઉનમાં ઈદ્રિશભાઈ ઇસકભાઈ શેખ જે બાલાસિનોરના રહેવાસી છે. જે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરે છે. જે ગોડાઉન ખાતે તાપસ કરતા કુલ ફિરકી નંગ ૧૨,૫૩૨ જેની કિંમત રૂપિયા ૨૧,૨૮,૧૮૦ની ગણી શકાય. જે તમામ મુદ્દામાલ તપાસના કામે જપ્ત કરવામાં આવેલા છે. તથા ઈદ્રિશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુ છે. તો બીજી તરફ મહીસાગર એસઓજીએ પણ ચાઈનીઝ દોરી વેચાણ પર બાતમી આધારે રેડ કરી હતી. જેમાં લુણાવાડા શહેરના કસ્બા જવાહર રોડ ખાતે રહેતો ગફુરખાન અહેમદખાન પઠાણ જે પોતાના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો. જ્યાં પોલીસે રેડ કરી ચાઈનીઝ દોરીના ૭૫ નાના મોટા ફિરકા ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત ૨૮,૫૦૦ છે. તેમજ આરોપીની અટકાયત કરી લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પણ જિલ્લામાંથી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા એલસીબીએ બાતમી આધારે લુણાવાડા તાલુકાના નવા રાબડીયા તેમજ હાડોડ ખાતેથી કુલ ૬૪ નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી પાડ્યા હતા જેની કિંમત ૨૫,૬૦૦ હતી. તેમજ આ સાથે પોલીસે ૪ આરોપીઓની પણ અટકાયત કરી કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *