અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય સાયકલોનની જામનગર જિલ્લામાં નહિવત અસર થાય તેમજ
જિલ્લામાં જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તમામ આગોતરી તૈયારીઓ
પૂર્ણ કરાઇ છે.
આ અંગે વધુ વિગતો આપતાં જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી
સમુદ્રમાં બિપરજોય સાયકલોન સિસ્ટમ ડેવલપ થઈ છે. હવામાન વિભાગની આગાહીઓ અને ચેતવણીને અનુરૂપ જિલ્લા
વહીવટી તંત્ર જામનગર દ્વારા તે અંગે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં જિલ્લા તથા તાલુકા મથકના તમામ
અધિકારીશ્રીઓને પોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે તેમજ તમામ બંદરો પર બે નંબરનું
સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ માછીમારો તથા બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. જામનગર
ગ્રામ્યના અંદાજિત 12 જોડિયા તાલુકાના 8 તેમજ લાલપુર તાલુકાના 2 મળી કુલ 22 ગામો દરિયાકાંઠે આવેલા છે. જેમાં
રહેતા આશરે 76 હજાર જેટલા નાગરિકો માટે જો જરૂર જણાય તો સલામત આશ્રયસ્થાન અંગેની પણ જરૂરી વ્યવસ્થાઓ
તેમજ આયોજન સુનિશ્ચિત કરી લેવામાં આવેલ છે.
