ટોપી
ઉપલેટામાં છાત્રાને બદલે
કાયદેસરની કાર્યવાહી માટે કાગળો કરવામાં પરોવાયેલા સ્ટાફને ચકમો આપી ડમી વિદ્યાર્થી નાસી ગયો
હરેશ ભાલીયા દ્વારા : ઉપલેટા : ઉપલેટમાં યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે એક ડમી વિદ્યાર્થી પકડાતા વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી હતી ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલી રહેલ બીકોમ સેમેસ્ટર 6 ની ફાઇનલ પરીક્ષામાં આજે એક મહિલા સુપરવાઇઝરને મહિલા બ્લોક સુપરવાઇઝરને શંકા જતા એક વિદ્યાર્થીની હોલ ટિકિટ બાબતે પ્રિન્સિપાલ વલ્લભભાઈ નંદાણીયા ને ખરાઈ કરવાનું કહેવામાં આવ્યું હતું. આવા સમયે પ્રિન્સિપાલ નંદાણીયાએ યુનિવર્સિટીની સંબંધીત સાઈટ ઉપર
હોલ ટિકિટ ચેક કરતા આ હોલ ટિકિટ ભૂમિકાબેન ધીરુભાઈ થાપલિયાની હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી બાજુએ ડમી પકડાયેલા વિદ્યાર્થીનું નામ પૂછતા તે કરણ રામભાઈ જોગ હોવાનું કબૂલ્યું હતું. આવા સમયે કરણ ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા દેવા આવ્યો હોવાનું સાબિત થઈ જતા તેમની સામે કાયદેસરની વિધિ માટે કાગળો કરવામાં પ્રિન્સિપલ નંદાણીયા સહિતનો સ્ટાફ જોતરાયો હતો. આવા સમયે ડમી વિદ્યાર્થી કરણ પ્રિન્સિપલની ઓફિસની બહાર જઈને ભાગી જવાનો મોકો શોધતો હતો. ત્યારે જ શાળાના પટાવાળાએ અન્ય વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી લેવા માટે લોબીની ગ્રીલ ખોલતા ડમી વિદ્યાર્થી કરણ નાસી છૂટ્યો હતો.
આમ તંત્રના હાથમાં આવેલો વિદ્યાર્થી એટલે કે તંત્રએ વિદ્યાર્થી ઉપર પૂરતી વોચ જ રાખવાને બદલે તેમની સામે કરવાની થતી કાયદેસરની કાર્યવાહીના કાગળો કરવામાં પડી જતા ડમી વિદ્યાર્થીને નાસી છૂટવાનો મોકો મળી ગયો હતો. આ બાબતે જે હોય તે પણ બીકોમ સેમેસ્ટર 6ની ફાઈનલ એક્ઝામ આપવા આવેલો ડમી વિદ્યાર્થી કરણ હાલતો તંત્રને ચકમો આપીને નાસી ગયો છે. પરંતુ હવે તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે. પ્રસ્તુત દ્રશ્યોમાં પરીક્ષા સ્થળે આવતા વિદ્યાર્થી ભાઈ બહેનોની હોલ ટિકિટ તપાસતા પ્રિન્સિપાલ નંદાણીયા સહિતનો સ્ટાફ નજરે પડે છે. તેમજ અન્ય સીસી ફૂટેજની તસવીરોમાં પરીક્ષા રૂમમાં બેસીને પેપર લખવાનો ઢોંગ કરતો ડમી વિદ્યાર્થી કરણ અને તેમની પાસે ઊભેલા બ્લોક સુપરવાઇઝર નજરે પડે છે. બ્લોક સુપરવાઈઝરની જાગૃતતાથી જ ડમી વિદ્યાર્થી પકડાયો હોવાનું પરીક્ષા સ્થળે ચર્ચાતું હતું. પ્રિન્સિપાલ નંદાણીયાએ જણાવ્યું હતું કે. ભૂમિકાબેન થાપલીયા ક્યાંના છે ? અને તેમની હૉલ ટિકિટ કરણ પાસે કેમ પહોંચી ? શું આ છાત્રાએ કરણને પરીક્ષા આપવા મોકલ્યો હતો કે કેમ ? શું બંને વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ ? વિગેરે બાબતો હવે પોલીસ માટે તપાસનો વિષય છે.
હાલ તો આ તમામ મામલો છે તે સીસીટીવી માં કેદ થઈ ચૂક્યો છે અને સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે કે કરણ ઉપર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે પોતે ગભરાઈ ગયો હોય તેવું સ્પષ્ટ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે


