Gujarat

બેટી બચાઓ બેટી પઢાઓ' યોજનાના આગામી લક્ષ્યાંક પૂર્તિ વિષે ચર્ચા-વિચારણા કરવામાં આવી

સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૧૫થી 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અમલીકૃત કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત, કલેકટર કચેરીના સભાગૃહ ખાતે જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને 'જિલ્લા ટાસ્કફોર્સ મિટિંગ'
યોજાઈ હતી. આ બેઠકમાં મિશન શક્તિ યોજના, દીકરી વધામણાં કીટ વિતરણ કાર્યક્રમ, કિશોરી મેળા, સેલ્ફ ડિફેન્સ તાલીમ સત્ર
જેવી વિવિધ મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ વિષે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ યોજનાઓની
આંકડાકીય માહિતી દર્શાવતું પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું હતું.
આ યોજનાઓના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે આગામી તાલુકા સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં તાલુકા લેવલે
કામગીરીની સમીક્ષા કરવા માટે તમામ તાલુકા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 'બ્લોક
ટાસ્કફોર્સ સત્ર' યોજાયું હતું.
બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન. ખેર, શહેર પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ, ડી.આર.ડી.ઓ. નિયામક શ્રી ચૌધરી,
મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી હારુન ભાયા, દહેજ
પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી સોનલબેન વર્ણાગર, શ્રી હંસાબેન ટાઢાણી, શ્રી રુકસાદબેન ગજણ તેમજ અન્ય
કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

૦૦૦૦૦૦ સમાચાર યાદી: ૧૦૧
જામનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે આયાત કરેલ અને પકડાયેલ દારૂના જથ્થાનો આવતીકાલ તા.2-2-2023 ના
રોજ સવારે 11:00 કલાકે સિવિલ એરપોર્ટ પાસે સીઆઈએસએફ કમ્પાઉન્ડની દીવાલ પાસે આવેલ સરકારી
ખરાબાની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવશે. જે અંગેનું મીડિયામિત્રોને કવરેજ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ
જામનગર (શહેર) દ્વારા જણાવવામાં આવ્યું છે.

Collector-kacheri-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *