રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને ઘર આંગણે જ સરળતાથી પ્રાપ્ત થાય અને જિલ્લા-તાલુકાકક્ષાએ જવું ન પડે તે માટે ઇ-ગ્રામ સેન્ટર, ગ્રામ પંચાયત ખાતે વધુ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજરોજ જિલ્લા કલેક્ટરની ચેમ્બરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણી, જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-ગ્રામક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બોટાદના ૧૦ જેટલા VCE (કોમ્યુટર સાહસિકો) ને આધાર કિ્ટસ એનાયત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાનીયાડ, પાળીયાદ, કારીયાણી, હામાપર, ટાટમ, ખોખરનેશ, ધારપીપળા, વેજલકા, બેલા અને રામપરા ગ્રામ પંચાયતોને સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ (CPU), LED મોનીટર-૦૧, LED મોનીટર-૦૨, કી-બોર્ડ, માઉસ, ફિંગર પ્રિન્ટ ડિવાઇઝ, આઇરીસ ડિવાઇઝ, GPS ડિવાઇઝ, HP all in one કલર પ્રિન્ટર, વેબ કેમેરા, LED બલ્બ સ્ટેડન્ડ સાથે (Focus Light) સહિતના આનુષંગિક ઉપકરણો ફાળવવામાં આવ્યાં છે જેના થકી ઇ-ગ્રામ પંચાયત ખાતે હવે વધુ સુવિધા પ્રાપ્ત થશે…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


