બોટાદ જિલ્લા કલેક્ટર તરીકે ડો. જેન્સી રોયએ આજરોજ પદભાર સંભાળ્યો હતો. કલેક્ટર કચેરી બોટાદ ખાતે તેમને ઉષ્મા ભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર, નાયબ કલેક્ટર સુ.રાજેશ્રીબેન વંગવાણી, બોટાદ જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશભાઈ જોશી દ્વારા ડો.જેન્સી રોયનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ બોટાદના અધિકારીઓ અને કર્મચારીઓએ નવનિયુક્ત કલેક્ટરને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


