Gujarat

બોટાદ જીલ્લા પોલીસ વડા સહીતના અધિકારીઓ સાઈકલ લઈને પાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે દર્શન કરવા પહોચ્યા….

સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નુ કેન્દ્ર એવા પાળીયાદ ના ઠાકર ના દર્શને બોટાદ થી પાળીયાદ ખાતે સાઇકલિંગ કરીને Stay Healthy Stay Fit કાર્યક્રમ અંતરગત પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા સુધી બોટાદ જિલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા તેમજ ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવલ , એસ.ઓ.જી ના પી.આઈ. એ.જી. સોલંકી , બોટાદ ટાઉન પી.આઈ. વી.બી.દેસાઈ , તાલુકા પી.આઇ. એમ.જી.જાડેજા , પી.એસ.આઇ એસ.કે.જાડેજા સહીતના પોલીસ અધિકારીઓ સાઈકલ લઈને પાળીયાદ વિહળાનાથના દર્શન કરવા આવી પહોચ્યા હતા.સાથે પાળિયાદ પી.એસ.આઇ.એ.એમ રાવલ એમના સ્ટાફ સહિત અધિકારીઓ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરેલ હતા તેમજ રામકુંજ નિવાસ સ્થાને મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના દર્શન અને આશીર્વાદ લીધેલ હતા.પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે શુભેરછા મુલાકાત લીધેલ હતી.
ત્યારબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે તમામ અધિકારી અને પોલીસ જવાનો એ ભોજન પ્રસાદ લીધેલ હતો અને ખુબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230524-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *