બોડેલી ના સૌથી વધુ વ્યસ્ત એવા અલીપુરા ચાર રસ્તા પરના સર્કલ પાસે તૂટેલી લોખંડની એંગલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી અનેક વાહનો તેમાં ભટકાઈ રહ્યા છે અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાના ભરાતા નથી તૂટી ગયેલી લોખંડની ઉભી એંગલ જોખમી સાબિત થઈ રહી છે બોડેલીના વાહન વ્યવહાર ની સતત ધમધમતા અલીપુરા ચોકડી પર વાહન એંગલ માં અટવાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારે અલીપુરા ચાર રસ્તા પર સર્કલ પાસે ખુલ્લી તૂટેલી ઉભી એંગલ અકસ્માતનો ભય ઉભી કરી રહી છે ત્યારે આ તૂટેલી એંગલ અકસ્માત સર્જી રહી છે અલીપુરા ચોકડીના સ્કેલની લોખંડની તૂટેલી એંગલ નાના તેમજ ભારે વાહન માટે જોખમી હોવાથી વાહન ચાલકો માટે અપસ્માતોના બનાવો વધી રહ્યા છે બે ત્રણ દિવસ પહેલા એક ઇકો ગાડી ને આ એંગલ માં ફસાઈ ગઈ હતી ત્યાર પહેલાં એસટી બસનો નીચેનો ભાગ એંગલ પર આવી જતા બસમાં ફસાઈ ગઈ હતી ત્યારબાદ ધક્કો મારીને તેને બહાર કાઢવામાં આવી હતી ત્યારે વહેલી તકે આ લોખંડની એગલ ત્યાંથી હટાવવામાં આવે અને ત્યાંની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


