બોડેલી અલીપુરા જેવા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં વારંવાર અંધારપટ જોવા મળી રહ્યું છે અને વારંવાર ટ્રાન્સફોર્મર ના ફોલ્ટ થાય છે અને વીજળી ના ત્રાસથી જેને લઈને અલીપુરા બોડેલી વિસ્તારની સોસાયટીના લોકો વીજળી કચેરી જઈને રજૂઆત કરી હતી
બોડેલીના અલીપુરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલા દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીસો ગરમીમાં હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે સોમવાર ની રાત્રે અસહ્ય ગરમીમાં વીજડૂલ થતાં આકડાયેલા સોસાયટીના રહીશોએ વિજ કચેરી પર પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી બોડેલી વિસ્તારમાં અસહ્ય ગરમી વચ્ચે વીજ પુરવઠાની માંગ વધી છે જોકે મોટાભાગના ઘરોમાં સિંગલ ફેજ કનેક્શન હોય અને દરેક રૂમમાં એસી ચાલતા હોય ત્યારે ડીપી પર ધડાકા થાય તછે ઓવરલોડ થવાને લીધે વીજ ટ્રીપ થતી હોય છે બોડેલી ડીપી પર ધડાકા થયા તેવા અહેવાલો વચ્ચે અલીપુરાની અનેક સોસાયટીઓ માં રાત્રે અંધાર પટ છવાયો હતો અસહ્ય ગરમીમાં વીજ ડુંલ થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વીજ કચેરી પર એકત્ર થઈને રજૂઆત કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


