ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી માં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ના ઘરે શાળાના શિક્ષકો આજથી સતત ત્રણ દિવસ સુધી શાળા સમય પહેલા અને શાળા સમય પછી વિદ્યાર્થીઓના ઘરે વિદ્યાર્થીઓ અને વાલીઓને બોર્ડ પરીક્ષા સંદર્ભે ચર્ચા વિમર્શ માટે પહોંચ્યા . *શાળા વિદ્યાર્થીઓ ના દ્વારે* ઉક્તિને સાર્થક કરતા .ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પરીક્ષા નો ડર દૂર થાય તેમજ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ વધે તે હેતુસર શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ મુલાકાત કરી. વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું .વાલીઓ પણ વિદ્યાર્થીઓને સહકાર આપે અને આ છેલ્લા 15 દિવસ પોતાના બાળકો ના અભ્યાસ માટે ફાળવે,તેઓની સાથે બેસે તેઓને અભ્યાસમાં મદદરૂપ થાય, અને નિશ્ચિંત મને પરીક્ષામાં આપે પરીક્ષાનો ડર દૂર થાય તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુસર શિક્ષકો ઘર ઘર થી ગામે ગામ વિદ્યાર્થીઓ અને વાલીની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે સતત ત્રણ દિવસ સુધી આ અભિયાન ચાલશે અને વિદ્યાર્થીઓનો સંપર્ક ચાલુ રાખશે. વાલીઓ પણ આ અભિગમથી ખુશ થઇ શાળા, સંસ્થા અને શિક્ષકો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


