આજરોજ ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે ગુજરાત કાઉન્સિલ્સ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજ કોસ્ટ) પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના કો ઓરડીનેટર શ્રી ઇન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની રાજ્યસરકાર દ્વારા જાહેરાત કરાયેલ બે કરોડ ના ઇનામવાળી સ્ટેમ્ કવિઝ સ્પર્ધા યોજાઈ .આવાર નવાર થતી શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્કોલરશીપ અને સરકારશ્રીની વિવિધ પરીક્ષાઓ શાળામાં થતી હોય ત્યારે ઉપર્યુક્ત સંસ્થા નો આ પરીક્ષાનો દ્વિતીય રાઉન્ડ હોય ત્યારે ઉપરોક્ત પરીક્ષાના 60 મિનિટના સમયમાં ,જેમાં ૯૦ થી ૧૦૦ વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓ એ આ ઓનલાઇન પરીક્ષામાં સમયના બંધન માં રહી સફળતાને પહોંચી વળવા પોતાની તાર્કિક પ્રિયુક્તિઓ દ્વારા મુંઝવતા પ્રશ્નનો હલ કર્યા હતા.લોકઉત્થાન છોટાઉદેપુર દ્વારા તાલુકા કક્ષાએ ૧૦ વિદ્યાર્થીઓ તથા જિલ્લા કક્ષાએ ૦૬ સ્પર્ધકોની પસંદગી કરી ગુજરાત રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગીદારી કરી શકશે .જેને લઇ સાયન્સ સીટી અમદાવાદ દ્વારા વિજેતા ઉમેદવારને ટેલિસ્કોપ,ટેબલેટ,લેપટોપ,સાયન્સ કીટ,રોબોટ કીટ વગેરે જેવા ઇનામોની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થી–વિદ્યાર્થિનીઓ ને આચાર્ય યુ.વાય.ટપલા દ્વારા પરીક્ષાની સમજ પૂરી પાડવામાં આવી હતી ટ્રસ્ટી મંડળ દ્વારા બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે સમગ્ર પરીક્ષાનું સંચાલન કો-ઓર્ડીનેટર તરીકે શ્રી એમ.એ. ખત્રી સાહેબે કર્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


