Gujarat

બોડેલી  ઢોકલીયા વિસ્તારમાં સ્વાનનો આતંક  

બોડેલીના દિવાન ફળિયા તેમજ ઢોકલીયા વિસ્તારમા સ્વાનનો આતંક પાંચ થી વધુ ને બચકા ભર્યા
એકને ગંભિર ઇજાઓ પહોંચતા વડોદરા સારવાર અર્થે ખસેડાયો વહિવટી તંત્ર નક્કર કામગીરી કરે તેવી માંગ
ઠેર ઠેર સ્વાનૉ ના ટૉળા ફરી રહ્યા છે તેવામા  સ્વાન દ્વારા લોકોને બચકા ભરવાના બનાવૉ બનતા સ્થાનિકૉ મા ભારે ભય માહૉલ જૉવા મળી રહ્યૉ છે
બોડેલીના દિવાન તેમજ ઢોકલીયા વિસ્તારમા સ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે એક જ દિવસ મા પાંચ થી વધુ લોકો ને બચકા ભરતા સ્થાનિકો મા ભય નો માહોલ સ્વાન ને પકડી દુર છોડી આવવા સ્થાનિકોની માંગ
આ હડકાયા સ્વાને બોડેલી દિવાન ફળિયા ના બે જણા અને રામજી મંદીર પાસે 2 જણ ને બચકાં ભર્યા હતાં જેમાં (1) ખત્રી મોહમંદ ભાઈ અલ્તાફ ને પગમા ગભીર ઇજા થતા વડોદરા ખસેડવવા માં આયા છે (2) સાજીદ ભાઈ દિવાન પગ મા ઈજા પહોંચી હતી (3) રોડ પર જતા બે રાહદારી  બચકા ભરતા તેમને સારવાર માટે બોડેલી હોસ્પીટલ માં લઈ જવાયા હતા
જ્યારે એક તાડકાછલા ગામે થી કામ અર્થે બોડેલી આવેલા નરેશભાઇને બોડેલી ના શાક માર્કેટ વિસ્તારમા એક સ્વાને બચકુ ભરતા બોડેલી નિ પબ્લિક હોસ્પિટલે પહોચ્યા હતા જયાં તેમને ડૉકટરે હડકવાના ઈન્જેકશન આપ્યા હતા.
 તો કૂતરાએ વધુ કરડી ખાધેલો હોવાથી ખત્રી મોહમ્મદ ભાઈ ને વધુ સારવાર માટે  વડોદરા ની  SSG હૉસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા.
સ્વાને એક જ દિવસ મા પાચ જેટલાને બચકા ભરવાના બનાવ બનતા સ્થાનિકૉ મા ભય નો માહૉલ જૉવા મળી રહ્યૉ છે અને  તેઑ માંગ કરી રહ્યા છે કે બૉડેલી,ઢૉકલિયા તેમજ અલીખેરવા વિસ્તાર મા સ્વાનની સંખ્યા મા ખુબ મૉટૉ વધારૉ થઈ ગયૉ છે ઠેર ઠેર સ્વાનૉ ના ટૉળા ફરી રહ્યા છે તેવામા  સ્વાન દ્વારા લોકોને બચકા ભરવા ના બનાવૉ બનતા સ્થાનિકૉ મા ભારે ભય માહૉલ જૉવા મળી રહ્યૉ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230115-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *