બોડેલી તાલુકા ના જબુગામ થી વાંટા ગામ ને જોડતા રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ભંગાર હાલત માં આ રોડ હતો જે બાબતની જાણ ધારાસભ્યને થતા તેઓ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું આયોજન કરાવ્યું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પોતાના મત વિસ્તારના ગામોમાં ખૂબ જ સુંદર કામગીરી નિભાવે છે
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, તથા જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ ધોબી, ગ્રામ પંચાયતના સરપંચ, ગામના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તથા જિલ્લા આર એમ બી વિભાગના કર્મચારીઓ અને રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર પણ હાજર રહ્યા હતા
જ્યારે જબુગામ થી વાટા ને જોડતો આ રોડ ૪૨.૯૨ લાખ ના અંદાજિત ખર્ચે બનશે અને ટૂંક જ સમયમાં આ રોડ તૈયાર કરી લોકાર્પણ કરવામાં આવશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


