બોડેલી તાલુકાના કોસિંદ્રા, રાજબોડેલી વસાહત, સિમલ ઘોડા, ભોરદા વસાહત સહિત અનેક ગામોમાં શ્રીજી સદાવ્રત ચલાવી રહ્યા છે. 2014 થી કાર્યરત ટ્રસ્ટ દ્વારા સદાવ્રત ઉપરાંત ગરીબ બાળકો માટે ચોપડા અને નોટબુક વિતરણ કાર્યક્રમ, ફ્રી મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ સહિતના સામાજિક કાર્યક્રમ કરે છે. કોરોના સમયે પણ ટ્રસ્ટ દ્વારા દવાઓ આપવામાં આવી હતી. બહેનોને સેનેટરી પેડ આપીને જાગૃતતા દાખવવાનો પ્રયાસ થયો છે. આદિવાસી વિસ્તાર ની બહેનો જે નર્સિંગ કોર્સ કરવા માંગે છે તેવી 50 જેટલી બહેનો માટે ધોરણ 10 અને 12 પછી 50 ટકા ફી સંસ્થા આપશે.
અલગ અલગ ગામોમાં દર સપ્તાહે જઈને શ્રીજી પબ્લિક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા ભોજન અને નાસ્તો આપી લોકોને મદદરૂપ થવા નો ઉત્તમ પ્રયાસ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે, જે ખૂબ સરાહનીય છે.
બોડેલી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શ્રીજી પબ્લિક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સદાવ્રત ચલાવી દરેક સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. શ્રીજી સદાવ્રત નામે છેલ્લા બે વર્ષથી ભૂખ્યાને ભોજન આપી રહ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


