Gujarat

બોડેલી તાલુકાના જબુગામ ખાતે સામૂહિક સૌચાલય દુર્ગંધ અને ગંદકી ફક્ત અને ફક્ત શોભાના ગાંઠીયા સમાન

તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામમાં કોઈપણ જાતની વિઝીટ મારવામાં આવતી નથી
સફાઇ ને લઇ સરકાર લાખો રૂપિયા ના ખર્ચે કરે છે. પરંતું  અનગઢ વહીવટ ના કારણે લોકો ને મુશ્કેલીમાં વધારો સુ તંત્ર. ગંદકીથી ખદબદતા શૌચાલયને ફરીથી સાફ-સફાઈ કરી શરૂ કરશે ?
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે સામૂહિક શૌચાલયને ફક્ત ચોપડે બતાવવા માટે બનાવી દેવામાં આવ્યું. ત્યારબાદ તેનો કોઈપણ કાળજી પંચાયત દ્વારા લેવામાં આવી નથી તેમાં આવતી દુર્ગંધના કારણે આજુબાજુના દુકાનદારો ભારે હેરાન થઈ રહ્યા છે
શૌચાલયમાં દારૂની પોટલીઓ તથા એકલું જ ગંધવાર જોવા મળે છે જેને લઇ રોગચાળો ફાટવાની પણ સંભાવનાઓ છે
તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામમાં કોઈપણ જાતની વિઝીટ મારવામાં આવતી નથી
જો તાલુકા વિકાસ અધિકારી પોતાના તાલુકાના ગામોમાં થયેલ કામોની સમયસર વિઝીટ લેતા રહે તો પંચાયત તેની કાળજીપૂર્વક તકેદારી રાખી એમ છે પણ તાલુકા વિકાસ અધિકારીને whatsapp ના માધ્યમથી કોઈ જાતની જાણ કરવામાં આવે છે તો પણ તેનું કોઈ રીપ્લાય પણ આપવામાં આવતું નથી તો શું તાલુકા વિકાસ અધિકારી પ્રજા માટે નથી ?
પ્રજાને તથા મીડિયાને જવાબ આપવાનો તેમનો ફરજ નથી ?
આ સૌચાલય ની સફાઈ માટે જબુગામ ગ્રામ પંચાયતમાં શૌચાલયની આસપાસમાં રહેતા લોકો દ્વારા અંદાજિત છેલ્લા એક મહિનાથી અરજી કરેલ છે અને મૌખિક તો કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવે છે પણ તેનો કોઈ નિરાકરણ આવતું નથી
તો શું આ સૌચાલય ની સાફ સફાઈ થશે એ  જોવાનું રહ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230504-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *