બોડેલી તાલુકાના પાટણા ગામે ભૂંડોના ત્રાસથી ખેડૂતો તોબા પોકારી ઊઠ્યા છે. ખેતરમાં ઉભા પાકને વેરવિખેર કરી નાખતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે.
ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન પહોંચતા પાક તૈયાર કરવા માટે બિયારણ, દવા, ખાતર સહિતનો ખર્ચ માથે પડવા સાથે આખા સિઝનની ખેડૂતોની પરસેવાની મહેનત પણ માથે પડી
પાટણા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેતરોમાં ભૂંડોના ત્રાસ વધી ગયો છે અને ખેતરમાં મકાઈ ના તૈયાર થઈ ગયેલ પાક ને મોટાપાયે નુકસાન કરવામાં આવી રહ્યું છે. મકાઈ ના રાડા ને નીચે પાડી મકાઈ ના ડોડા ને ભૂંડો ફેંદી નાખતા આખો પાક બરબાદ થઈ જાય છે
ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન પહોંચતા પાક તૈયાર કરવા માટે બિયારણ, દવા, ખાતર સહિતનો ખર્ચ માથે પડવા સાથે આખા સિઝનની ખેડૂતોની પરસેવાની મહેનત પણ માથે પડી છે બોડેલી તાલુકાના પાટણા ગામે ભૂંડો ના ત્રાસથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન જોવા મળી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


