બોડેલી તાલુકાના બામરોલી વાલોઠી ગામે નલ સે જલ યોજના અંતર્ગત બનાવેલ ટાંકીની કામગીરીની ગુણવત્તામાં ખામી દેખાતા છોટાઉદેપુર જિલ્લા વાસ્મો વિભાગે એજન્સીના ખર્ચે ટાંકી જમણીદોસ્ત કરવામાં આવી છે
બોડેલી તાલુકાના બામરોલી વાલોઠી ગામે નલ સે જલ યોજના અંતર્ગત 20,000 લીટર અને 8 મીટર ઉંચાઈની ક્ષમતા ધરાવતીટાંકીની કામગીરી એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી બાદમાં છોટાઉદેપુર જિલ્લા વાસ્મો વિભાગ દ્વારા ટાંકી અંગે મોનીટરીંગ હાથ ધરવામાં આવતા ટેન્ડરની શરતો મુજબની ગુણવતા મુજબ એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી ન હોઈ એજન્સીને વસ્સમો દ્વારા જરૂરી નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતાં એજન્સી દ્વારા કામગીરીમાં કોઈક યોગ્ય કામગીરી ન કરતા વાસ્મો દ્વારા લોકોના હિતને ધ્યાનમાં રાખી ટાંકી જમીનદોસ્ત કરવા કડક સૂચનો આપ્યા હતા તેને ધ્યાનમાં રાખી એજન્સી દ્વારા સ્વ ખર્ચે તોડી પડી હતી જયારે આ ટાંકી ટૂંક સમયમાં એજન્સી દ્વારા સ્વ ખર્ચે નવી બનાવવામાં આવશે તેમ વાસ્મોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ ટાંકી મારફતે ગામના 3 ફળિયા ને પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે ટાંકી નવી ન બને ત્યાર સુધી બોર દ્વારા ડાયરેક્ટ પંપિંગથી ત્રણ ફળિયાને પાણી પૂરું પાડવાનું પણ આયોજન કરાયું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


