ગત વર્ષે 10 મી જુલાઈ ના રોજ સમગ્ર બોડેલી બેટ માં ફેરવાઈ ગયું હતુ અને બોડેલી ની તમામ સોસાયટી ઓ માં ઘૂંટણ થી લઈ કેડ સમા પાણી ભરાઇ ગયા હતા અને બોડેલી નગરની ચાર પંચાયતો માં નીચાણ વાળા વિસ્તારમાં રહેતા રહીશો ને ઘર વખરી સહિતનો માલ સામાન ગુમાવવાનો વારો આવ્યો હતો. બોડેલી નગરની ચાર પંચાયતો માંથી પસાર થતા હરખલી કોતર ઉપર ઠેર ઠેર દબાણ કરવામાં આવતા આ હરખલી કોતર ના પાણીનો નિકાલ થતો નથી જેથી કરીને જ આ હરખલી કોતરના પાણી ચોમાસા દરમિયાન સમગ્ર નગરને બેટમાં ફેરવી દેતા હોય છે જેથી આ હરખલી કોતર ઉપરના દબાણોને લઈ રહીશો માં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહી છે
હરખલી કોતર ઉપર મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે અને આ દબાણ મોટા માથાઓ કે રાજકીય વગ ધરાવતા કેટલાક બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યું હોવાની લોક ચર્ચા બોડેલી નગરમાં ચર્ચાઈ રહી છે
10 જુલાઈ 2022 બાદ પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા જિલ્લા કલેકટર થી લઈ સીએમ ભુપેન્દ્ર ભાઈ પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ ત્યાર બાદ બોડેલી ની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ 10 મી જુલાઈ 2022 ને યાદ કરી અહીં આ હરખલી કોતર ના પ્રશ્નને તાકીદે નિકાલ લાવવા તેમજ કોતરની સાફ-સફાઈ કરાવવા ના વચનો આપી ગયા હોવા છતાં આજ દિન સુધી 8-8 મહિના થઈ ગયા અને આ હરખલી કોતરની જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ તેમજ DDO ગંગાસિંહ એ રૂબરૂ આવી મુલાકાત લીધી હોવા છતાં આજ દિન સુધી આ હરખલી કોતરની કોઈપણ જાતની સાફ-સફાઈ કે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા ગત 2022 ના ઓગસ્ટ તેમજ ચાલુ વર્ષે પણ બે ત્રણ અરજીઓ કરી હોવા છતાં આજ દિન સુધી આ ગટર લાઈન કે હરખલી કોતર ઉપરના દબાણોને હટાવવામાં આવતા નથી કે સાફ કરવામાં આવતી નથી
બોડેલીને એક સમયે બેટમાં ફેરવી દેનાર વરસાદને લઈ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો અને બોડેલી નગરના ઇતિહાસમાં પ્રથમવાર આટલો બધો વરસાદ એકજ દિવસ માં પડ્યો હતો અને એ 10મી જુલાઈ ના દિવસે સમગ્ર બોડેલી નગર જાણે બેટમાં ફેરવાઈ ગયું હતું અને બોડેલી નગરમાં નાવડી તેમજ બોટ ફરતી નજરે પડી હતી કારણ કે બોડલી નગરમાં માત્ર 12 કલાકમાં અધધધ…. કહી શકાય તેટલો 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો
હરખલી કોતર એક જમાનામાં અલીપુરા થી લઈ છેક નદી સુધી એકદમ ખુલ્લુ જોઈ શકાતુ હતુ આજે આ હરખલી કોતર ઉપર અલીપુરા ચાર રસ્તા ની આસ પાસ કે જ્યાં ત્રણ પંચાયતોનો ત્રિવેણી સંગમ થાય છે તે જગ્યાની આજુબાજુ દબાણ કારો એ હરખલી કોતરની ઉપર મન ફાવે તેમ બાંધકામ કરી બેઠા છે આ હરખલી કોતર માત્ર કોતરનું જ કામ નથી કરતું પરંતુ અલીખેરવા પંચાયત ચાચક તેમજ ,બોડેલી પંચાયત અને ઢોકળીયા પંચાયત માટે ગટરનું પણ કામ કરે છે કારણ કે આ હરખલી કોતર માં અલીખેરવા પંચાયતની અનેક સોસાયટીઓ તેમજ ચાચક, બોડેલી, અને ઢોકળીયા પંચાયતની અનેક સોસાયટીઓ ની ગટરોનું પાણી પણ આ જ હરખલી કોતરમાં જાય છે જેથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પંચાયતોના સરપંચો અને આગેવાનોએ આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ચોમાસા પહેલા સોસાયટીઓ તેમજ આ હરખલી કોતરની આસપાસના દબાણો તેમજ કોતરની અંદરના ઘન કચરાને સફાઈ કરાવી “પાણી પેહલા પાળ બાંધવામાં આવે”તેવી નગરના રહીશોની માંગ છે અત્રે રેહતી જનતા આશા બાંધીને બેઠી છે કે તંત્ર એલર્ટ થઈ બોડેલી નગર ની આ સૌથી મોટી સમસ્યા નું નિરાકરણ લાવે તે ખૂબ જરૂરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


