Gujarat

બોડેલી નગરમાં આગામી 14 મી તારીખે આવી રહેલ ઉતરાયણ પર્વને લઈ પતંગ રસિકોને લઈ બજારમાં ઘરાકી જોવા મળી      

બોડેલી નગરમાં  પતંગની સેકડો દુકાનો  લગાવવા માં આવી જ્યારે અન્ય ફેરિયાઓ પણ ઉતરાયણ પર્વ માં ઉપયોગમાં લેવાતા પીપૂડા સહિતની સામગ્રી વેચતા નજરે પડ્યા
     ઉત્સવ પ્રિય બોડેલી નગરમાં કોઈ પણ ઉત્સવ હોય તેને ઉજવવા માટે હર હંમેશ તૈયાર રહેતા બોડેલીના નગરજનો ચાલુ વર્ષે ત્રણ વર્ષની કોરોના મહામારી બાદ આવી રહેલ ઉતરાયણ પર્વને ઉજવવા ખૂબ જ ઉત્સાહી નજરે પડી રહ્યા છે જ્યારે ઉતરાયણ પર્વ નજીક આવતા બોડેલી નગરમાં પતંગોની 100 ઉપરાંત દુકાનો માં તેમજ પતંગ ચગાવવાના દોરા માજા સુતાવવા પણ ભારે ભીડ જોવા મળી હતી જ્યારે અનાજ કરિયાણાની  દુકાનો મા પણ ભારે ભીડ જોવા મળી હતી આ સાથે ટોપી ચશ્મા સહિતના શોખના સાધનો ખરીદવા પણ લોકો ઉમટી પડ્યા હતા
       બોડેલી નગરમાં કોઈ પણ ઉત્સવ હોય તેને ઉજવવા બોડેલી નગરના તમામ રહીશો સહિત આસ પાસ ના ગ્રામીણ વિસ્તારના ગામોના રહીશો યુવાનો તેમજ અન્ય તાલુકાના લોકોમાં પણ ખરીદી કરવા બોડેલી આવવાનો એજ વધારે હોય છે એટલે જ તો બોડેલીને છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણવામાં આવે છે હાલ બોડેલી નગરમાં પતંગ તેમજ દોરા ખરીદવા ગામેગામ થી ગ્રામીણ વિસ્તારના રહીશો દોડી આવેલા નજરે પડે છે જ્યારે બોડેલી નગરની કાપડ હોય કે અનાજ કરિયાણાની દુકાનો હોય કે પછી મોજ શોખ ના સાધનો ની દુકાનો હોય તેમાં ઘરાકી જોવા મળી  રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230109165406.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *