બોડેલી નજીક જાંબુઘોડા તાલુકામાં સુખી સિંચાઈ દ્વારા બનાવાયેલી કેનાલો ભંગાર હાલતમાં. તાલુકામાં સુખી સિંચાઈ દ્વારા કરોડોના ખર્ચે સિંચાઈ માટે નાની તથા મોટી કેનાલો બનાવવામાં આવી હતી .સુખી ડેમનું પાણી કરા ડેમમાં આવે જે નાની કેનાલો દ્વારા પાણી ખેડૂતોને મળી રહેતું હતું. જ્યારે મોટી કેનાલમાં પાણી ડાયરેક્ટ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતું હતું. પરંતુ સુખી સિંચાઈના અધિકારી ઓના અનગઢ વહીવટને કારણે હાલમાં નાની તથા મોટી કેનાલો શોભાના ગાંઠીયા સામાન બની ગઈ છે .જેમાં સરકારના કરોડો રૂપિયા વ્યર્થ જવા પામ્યા છે. હાલમાં કેનાલોમાં પાણી નહિવત આવી રહ્યું છે. કારણ કે કેટલીક જગ્યાએ કેનાલમાં ગાબડા પડી ગયા છે. તેમજ ઝાડી ઝાંખરા ને કારણે પાણી કેનાલમાં આગળ જતું નથી. કરા ડેમ પાસે જ ધન પરી ગામ છે જે કેનાલ ની નજીકમાં જ ડેમ છે છતાં પાણી આવતું નથી. અને મોટું ગાબડું પડી ગયું છે. આવી કેનાલો ને કોઈ અધિકારી ડોક્યુ કરવા પણ આવતા નથી. તેમ જ કોઈ સુપરવાઇઝર હાજર રહેતા નથી. અને સરકાર નો ખોટો પગાર ખાઈ રહ્યા છે. બીજું આ વિસ્તારની પ્રજામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ગામમાં કેનાલો માટેની કમિટી બનાવી હતી. જેમાં કમિટીના કોઈ સભ્યો પણ રજૂઆત કરતા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.આ કેનાલો ભંગારમાં હોવાને કારણે ખેડૂતો નો કિમતી પાક નષ્ટ થવા પામ્યો છે. ખેડૂતો માટે આવી કેનાલો આશીર્વાદરૂપ હતી .બીજું આ કેનાલની આજુબાજુના રહેવાસીઓ માટે પીવાનુ પાણી પણ આ કેનાલ પૂરું પાડતી હતી. તેમજ ઢોર ઢાખર માટે આ પાણી ખૂબ ઉપયોગી હતું. ત્યારે વહેલી તકે આ કેનાલ ને રીપેરીંગ કરવામાં આવે અને પાણી સિંચાઈ માટે ચાલુ કરવામાં આવે તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે

બોડેલી નજીક જાંબુઘોડા તાલુકામાં સુખી સિંચાઈ દ્વારા બનાવાયેલી કેનાલો ભંગાર હાલતમાં.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

