Gujarat

બોડેલી નર્મદા મુખ્યનહેરમાંથી બે દિવસ બાદ આજે મળી આવ્યો હર્ષ શર્માનો મૃતદેહ

ફેસબુક પર લાઇવ વિડીયો બનાવી બોડેલી પાસે નર્મદા મુખ્ય નહેરમાં કઠીવાડાના યુવાને માર્યો હતો મોતનોભૂસકો!
બોડેલી નર્મદા મુખ્યનહેરમાંથી બે દિવસ બાદ આજે મળી આવ્યો હર્ષ શર્માનો મૃતદેહ
હર્ષ શર્માનો મૃતદેહ 2 દિવસ પછી 10 કિમી દૂર કોલીયારી ગેટ પાસેથી મળ્યો
     16 મેના રોજ બોડેલી નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવનાર કઠીવાડાના હર્ષ શર્માનો મૃતદેહ આજે સવારે નર્મદા મુખ્ય નહેર કેનાલમાથી મળી આવ્યો છે.હર્ષે જ્યાંથી છલાંગ લગાવી હતી ત્યાંથી 10 કિમી દૂરથી તેમની ડેડબોડી મળી આવી છે.નોંધનીય છે કે આત્મહત્યા પહેલા હર્ષે આત્મહત્યાનો વીડિયો ફેસબુક પર લાઇવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આજે તેના જન્મદિવસ પર તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે.સવારે 7 વાગ્યે મૃતદેહ કોલીયારી ગેટ પાસે સૌ પ્રથમ તરતો જોવા મળ્યો હતો.ત્યાંથી તરવૈયાઓની મદદ વડે મૃતદેહ સલામત રીતે નહેર જળમાંથી બહાર કઢાયો હતો.
       બોડેલી પાસે નર્મદા મુખ્ય નહેરમાં મધ્યપ્રદેશના કઠીવાડાનો એક યુવાન હર્ષ શર્મા કેનાલ કાંઠે પોતાનું એકટીવા સ્કૂટર મૂકીને છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઈ હતી. હર્ષ શર્મા (ઉ.વ.30) તા.16 મે ના રોજ બપોરે 3:15 વાગ્યે નર્મદા મુખ્ય નહેરમાં કુદ્યો હતો. જ્યારે તે કેનાલમાં કુદ્યો ત્યારે કાંઠા પાસે ઉભેલા કેટલાક યુવાનોએ તેને ન કૂદવા માટે કરીને પણ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. કેનાલમાં હર્ષે છલાંગ લગાવી દેતા કેનાલ જળમાં તે ડૂબી રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે કાંઠા પર ઉભેલા યુવાનોએ દોરડું રાખીને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે હર્ષ દોરડું પકડી શક્યો ન હતો અને કેનાલના ઊંડા જળમાં લાપતા બન્યો હતો.
      મધ્યપ્રદેશના અને છોટાઉદેપુર જિલ્લાની સરહદને અડીને આવેલા અલીરાજપુર જિલ્લાના કઠીવાડા ગામની અન્સુલ વિદ્યા મંદિરના આચાર્ય તરીકે હર્ષ શર્મા ફરજ બજાવતો હતો. પરમદિવસે ફેસબુક પર લાઈવ થઈને કથિત સુસાઇડ વિડીયો નોટ જારી કર્યો હતો અને થોડીવારમાં જ બોડેલી પાસે ઉચેટના પુલ નજીક નર્મદા મુખ્ય નહેરમાં તેમણે છલાંગ લગાવી દીધી હતી. કેટલાક લોકોએ સ્થળ પર તેને અટકાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ રોકી શક્યા ન હતા. અને હર્ષ શર્માએ કેનાલ કાંઠા પાસે ઉભેલા લોકોની નજર સામે જ નહેરમાં કૂદકો માર દીધો હતો. હર્ષ શર્મા પરિણીત છે અને તેને એક પુત્ર પણ છે.
બોક્સ 1
?
     .હર્ષનો આ આત્મહત્યાનો વીડિયો ફેસબુક લાઈવ પર કરવામાં આવ્યો હતો.જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડેડબોડીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.
બોક્સ 2
      બોડેલી કેનાલ પાસે જન સલામતીની કોઈ વ્યવસ્થા જ નથી!
કેનાલ બેન્ક સાવ ખુલ્લા છે ત્યાં બેરીકેડ ગોઠવવી જરૂરી
      બોડેલી પાસે બનેલી આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.બોડેલીના લોકોને પણ આ બનાવની જાણ થઇ તો ભારે આઘાત પામી ગયા હતા.મધ્યપ્રદેશના કઠીવાડાથી બોડેલી નર્મદા મુખ્યનહેરમાં જમ્પ લગાવવા આવવું તે નિર્ણય એવું સૂચવે છે કે બોડેલીની કેનાલ સુસાઇડ માટેનો પોઇન્ટ માનવામાં આવ્યો હોઇ શકે! બોડેલી નજીક કેનાલ કાંઠે સર્વિસ રોડ પર લોક સલામતી માટે કોઇ વ્યવસ્થા જ નથી.16 એપ્રિલ 2008ની દુર્ઘટના પછી પણ તંત્ર સાવ બેધ્યાન છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230518-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *