Gujarat

બોડેલી નસવાડી રોડ ઉપર ગોવિંદપુરા ગામ નજીક રેતીની  હાઇવા ટ્રકની ટકકરે એક આદિવાસી યુવાનનું ઘટના સ્થળ પર  મોત 

રેતીની હાઇવા ટ્રકો બેફામ રીતે દોડી રહી છે તેને લીધે અસંખ્ય નિર્દોષ માનવ જીવોએ અકસ્માતે મોતની સોડ તાણી લીધી છે. હજી કેટલા મોત પછી તંત્ર જાગશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
બોડેલી નસવાડી રોડ ઉપર ગોવિંદપુરા ગામ નજીક રેતીની એક હાઇવા ટ્રકની ટકકરે એક આદિવાસી યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બાઈક પર સવાર ખુશાલપુરા ગામના બે વ્યક્તિઓ એક મરણ પ્રસંગે જવા નીકળ્યા હતા. જોકે મરણ પ્રસંગમાં જવા નીકળેલા જયંતીભાઈ  તડવી તેમજ વિઠ્ઠલભાઈ  તડવી બંનેનો અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલી હાઇવા ટ્રક સાથે બાઈક ના અકસ્માતમાં જયંતીભાઈનું ઘટના સ્થળ પર મોત નીપજતા મરણ પ્રસંગમાં જવા નીકળેલ જયંતીભાઈ ને માર્ગમાં જ ગોવિંદપુરા પાસે યમદૂતનો ભેટો થઈ ગયો હતો. બનાવને પગલે પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.
બોડેલી પંથકમાં રેતી ભરેલી હાઇવા ટ્રકની અકસ્માતોની હારમાળામાં વધુ એક નિર્દોષ આદિવાસી માનવ જીવે પોતાની જિંદગી ગુમાવી છે.  આ અકસ્માતમાં મોતને ભેટનાર જયંતીભાઈ ના સગા સંબંધીઓ તેમના મૃતદેહ પાસે આકરદ કરતા જોવા મળ્યા હતા અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા હતા. ઘટના સ્થળે બનાવને પગલે લોક ટોળા એકત્રિત થઈ ગયા હતા.લોક ચર્ચા ચાલી હતી કે, રેતીની હાઇવા ટ્રકો બેફામ રીતે દોડી રહી છે તેને લીધે અસંખ્ય નિર્દોષ માનવ જીવોએ અકસ્માતે મોતની સોડ તાણી લીધી છે. હજી કેટલા મોત પછી તંત્ર જાગશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
સદર અકસ્માતમાં ઇજા પામનાર વિઠ્ઠલભાઈ તડવીને બોડેલીના દવાખાનામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં તેઓની તબિયત સ્થિર છે. બનાવને પગલે બોડેલી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.
બોક્સ
બાઈકને ટ્રકની જોરદાર ટક્કર વાગી હતી કે બાઇક ટ્રકની નીચે ઘસડાઇને 40 થી 50 ફૂટ સુધી રોડ પર ખેંચાઇ હતી. જેના નિશાન પણ ઘટના સ્થળે નજરે પડી રહ્યા હતા. ઘટના બની ત્યારે બાઈક, ટ્રકની પાસે જ બાજુમાં ચપ્પટ થયેલી અવસ્થામાં પડેલી હતી. અને મરણ જનાર જયંતીભાઈ તડવીનો મૃતદેહ આગળના વ્હીલ પાસે લોહી લુહાણ હાલતમાં પડેલો હતો
બોડેલી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230122-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *