Gujarat

બોડેલી માંથી પસાર થતી જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી હાલમાં કોરીકટ જોવાઇ રહી છે

ઓરસંગ નદી સુકાઈ જતા બોર કૂવામાં પાણીના તડ ઉંડા જતા પાણીની સમસ્યા થવાના ઓધાણ જોવા મળી રહ્યા છે
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી જિલ્લાની સૌથી મોટી નદી છે આજુબાજુના વિસ્તારના લોકો ને ખેતી માટે અને પીવા માટે આ પાણીનો ઉપયોગ કરતા હોય છે
ત્યારે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને નદી કોરીકટ જોવા મળી રહી છે
 બેફામ રેતીખનન ને લઈને પાણીના સ્તર પણ ઊંડા જોવા મળી રહ્યા છે બોડેલી વિસ્તારના આજુબાજુના ગામડાંના લોકો નદીમાંથી પાણી સિંચાઈ માટે અને પીવા માટે લેતા હોય છે
 ત્યારે આ વર્ષે તેમને પાણી માટે સમસ્યા થાય એવા ઓધાન જોવા મળી રહ્યા છે
મધ્યપ્રદેશ માંથી નીકળતી ઓરસંગ નદી બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના ઘણા બધા વિસ્તાર તથા શહેરના વિસ્તારને પાણી પૂરી પાડતી હોય છે
 પરંતુ નદીમાં ભારે માત્રામાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાથી રેતીમાં ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે અને રેતી જોવા મળી રહી નથી ઓરસંગ નદીના આવનારા સમયમાં પાણી માટે સમસ્યા થાય એવા ઓધાન જોવા મળી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230223-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *