બોડેલી શીરોલા વાલા સ્કૂલમાં ગુલાબનું ફૂલ તથા ચોકલેટ આપી ને વિદ્યાર્થીઓને કરાયો પ્રવેશ
બોડેલી તાલુકામાં શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ એમ ડી આઈ હાઈસ્કૂલ નવજીવન હાઇસ્કુલ વગેરે સ્કૂલો માં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારું સૌથી સારું પરફોર્મર્સ અમે કરીશું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોડેલી ની વિવિધ શાળાઓમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યના શિક્ષણપ્રધાને આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી અને કોઈપણ પ્રકારના તણાવ વગર પરીક્ષા આપવા અપીલ કરી હતી
પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા અપીલ કરી છે.
છોટાઉદેપુર જીલ્લા સહિત બોડેલી ની વિવિધ સ્કૂલોમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


