અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત અકસ્માત સર્જાતા બોડેલી સેવાસદન પાસે લોકટોળા એકત્રિત થયા
ગઈકાલે રાત્રે આશરે 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં બોડેલી ડભોઈ રોડ પર સેવાસદન પાસે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો
બાઈક પર સવાર બાઈક ચાલક સહિત બાઈક પર સવાર બે બીજા મહિલા થયા ઇજાગ્રસ્ત અકસ્માતની ઘટનામાં સ્થાનિકો દ્વારા 108 ને સંપર્ક કરતા 108 ટાઈમ પર ન આવતા ઇજાગ્રસ્તો ને ખાનગી સાધનમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
બાઈક પર સવાર 2 મહિલા સહિત બાઈક ચાલક કવાંટ તાલુકા ના ચીખલી ગામ ના રહેવાસી હોવાનું પ્રાપ્ત વિગતે જાણવા મળ્યું હતું રાહદારી ટ્રક નો ચાલક હોવાનું સામે આવ્યુ હતું
સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને થતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પોહચી હતી
ટ્રક ચાલક સુરત થી મનાવર જઈ રહ્યો હતો જ્યારે બોડેલી સેવાસદન પાસે ટ્રક પાર્ક કરી પોતાના ખાનગી જરૂરી કામ માટે ચાલતો જઈ રહ્યો હતો ત્યારે ગંભીર અકસ્માત સર્જાયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


