Gujarat

બોડેલી  સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન મેળો યોજાયો.

ગુજરાત સરકાર ની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના  દ્વારા કિશોરીઓ માટે બોડેલી ના ચાંચક સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ માં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
      આ પ્રસંગે  કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ,પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓ ને સરકાર ની વિવિધ યોજના ઓં વિશે માર્ગદર્શન આપતાં સ્ટોલ પણ પ્રદશિત કરાયા હતા ,કાર્યક્રમ માં ઉપસ્થિત કિશોરી ઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી , આદિવાસી નૃત્ય ટીમલી , કિશોરી ગરબો , આંગણવાડી ના બાળકો દ્વારા વાહન ની થીમ પર ટ્રાફિક અવરનેસ ઉપર અભિનય કરવામાં આવ્યું, ભાગ લીધેલ કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરાઈ હતી.કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. સાથે સાથે સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.
યોજાયેલ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બહેન, જિલ્લા પંચાયત સદસ્ય  સંજય ભાઈ , તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવ ભાઈ ,જિલ્લા અધિકારી ,તાલુકા વિકાસ અધિકારી  , સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી  તેમજ TPEO  , THO , ICDS સ્ટાફ,  આંગણવાડી કાર્યકરો , સહીત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ હરખભેર ભાગ લીધો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230312-WA0035-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *