બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર સર્કલ પાસે એન્ગલના કારણે વારંવાર વાહનો ફસાવાના બનાવો બન્યા છે ત્યારે આજે શુક્રવારે અલીપુરા ચાર રસ્તા પર એક ઇકો ગાડી પસાર થતી હતી તે દરમિયાન સર્કલ પાસે એન્ગલમાં ઇકો ગાડી ફસાઈ હતી જેને લઇ ટૂંક સમય માટે ટ્રાફિક જામના દ્રસ્યો સર્જાયા હતા જયારે આસપાસના લોકોએ ગાડી ને જોતા લોકો એકત્ર થઇ ફસાયેલી ગાડીને ઉંચકી એન્ગલ માંથી બહાર કાઢી હતી અત્રે ઉલ્લેખનીય છે અલીપુરા ચાર રસ્તા સતત રાત દિવસ વાહનોથી ધમધમે છે ત્યારે એન્ગલના કારણે અગાઉ પણ વારંવાર વાહનો ફસાવાના બનાવો બન્યા હતા તેમ છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. હજુ પણ વાહન ફસાઈ કે વાહનને નુકસાન થાય તે પહેલા વાહન ચાલકો સહિત રાહદારીઓના હિતમાં તંત્ર દ્વારા વહેલી તકે આ એન્ગલને દૂર કરે તે ખુબ જરૂરી બન્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


