ગુજરાત સરકાર ઘ્વારા ચાર મહિના પહેલા પ્રત્યેક પ્રાથમિક,માધ્યમિક શાળાઓ,મહાશાળાઓના વિદ્યાર્થીઓમાં વિવિધ કલાત્મક કૃતિઓ પ્રત્યે રસ જાગે તે અંતર્ગત કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ક્લસ્ટર,તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ ૦૭ સ્પર્ધાઓમાં વિવિધ ઉંમર ધરાવતા જેમાં ૬ થી ૧૪વર્ષ,૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષના લોકોએ ત્રણ વિભાગમાં ભાગ લીધો હતો.જેમાં ગરબા,વાંસળી,કથ્થક,સુગમ સંગીત,સર્જનાત્મક કામગીરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર સ્પર્ધકોનો દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધા વ્યારા જિલ્લાના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલમાં ૨૨ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી.જેમાં સુરત,નર્મદા,વ્યારા,તાપી,છોટાઉદેપુર,વલસાડ,આહવા ડાંગ,નવસારી અને ભરૂચ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં પ્રદેશ કલા મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ ત્રણ શાળાઓ ન.વ.કન્દોવાર પ્રાથમિક શાળા,કોસીંદ્રાની શ્રી ટી.વી.વિદ્યાલય અને લોટીયા ગ્રુપ શાળાઓના સ્પર્ધકોએ ગરબા અને કથ્થક કૃતિઓમાં કર્યું હતું.જેમાં ગુજરાત પ્રદેશ કક્ષાએ કોસીંદ્રાની શ્રી ટી.વી.વિદ્યાલયની ધોરણ ૯ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની દીકરી માહી રાજેશભાઈ રાવલે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.જે આગામી સમયમાં ઝોન લેવલે કથ્થક સ્પર્ધામાં ભાગ લઈને છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામની દીકરી માહી રાવળ અને ન.વ.કન્દોવાર પ્રાથમિક શાળા અને લોટીયા ગ્રુપ શાળાએ ગરબાની કૃતિમાં તૃતીય ક્રમાંક મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.જે બદલ છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા,સાંસદ પી.એ ભાવિનસિંહ ઠાકોર,બોડેલી એટીવીટી સભ્ય એ કોસીંદ્રા શાળા પરિવાર સહીત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


