ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલ એસએસસીની પરીક્ષામાં ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલીનું પરિણામ ૭૭.૮૮% આવ્યું
જેમાં પ્રથમ નંબરે ખત્રી બુશરા અબ્દુલ હમીદ તેઓએ ૯૯.૪૯ પી.આર મેળવ્યા જ્યારે ઠાકોર મહેકજહાં મુંતઝીર અહમદ ૯૬.૧૧ પી.આર. સાથે દ્વિતીય ક્રમાંક. ખત્રી અબ્દુલ કાદિર ઈમરાનએ ૯૪.૨૮ પી.આર. સાથે તૃતીય ક્રમાંક મેળવી શાળા તથા સમાજનું ગૌરવ વધાર્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો. 10નું પરિણામ (SSC Result) જાહેર કરવામાં આવ્યું હતું
ગુજરાત બોર્ડ 10નું 64.62 રિઝલ્ટ આજે 25 મે 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું છે . ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી હતી અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ ધોરણ 10 નું ખૂબ સારું પરિણામ આવ્યું છે
બોડેલીની ખત્રી વિદ્યાલયનું ધોરણ–૧૦ નું ૭૭.૮૮ ટકા પરિણામ આવ્યું હતું
તમામ વિદ્યાર્થીઓને શાળાના કેળવણી મંડળ,આચાર્ય અને શિક્ષકો એ શુભેચ્છાઓ સાથે આ વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી હતી.


