Gujarat

બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં કર્તવ્યબોધનો કાર્યક્રમ યોજાયો

બોડેલીની શિક્ષણક્ષેત્રે ખ્યાતનામ સંસ્થા શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વડોદરા સ્વામી વિવેકાનંદ મેમોરિયલના પૂ.અનંતરાનંદજીના અધ્યક્ષ સ્થાને કર્તવ્યબોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળામાંથી પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સંબોધતા પૂ.અનંતરાનંદજીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજી યુવાઓના પ્રેરણાસ્ત્રોત છે.તેઓ હંમેશા કહેતા કે તમે જ તમારા ભાગ્યવિધાતા છો.યુવાનોમાં આત્મશક્તિ પ્રચંડ હોય છે.જે વિશ્વના કોઈપણ ખૂણામાં સફળ થઇ શકે છે.આત્મશક્તિ ઘ્વારા યુવાનો જેવું ચિંતન કરે છે તેઓ તેવું જીવન જીવી શકે છે.પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આત્મશક્તિ ખુબ મહત્વની છે.આમ સ્વામીએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અનેક દ્રષ્ટાંતો આપી પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.આ કર્તવ્યબોધના કાર્યક્રમમાં શાળાના આચાર્ય જે આર શાહ,હરીશભાઈ કામલીયા,શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રમેશભાઈ ભગત,રામચંદ્રભાઈ ભગત,શિક્ષકો ગજેન્દ્રભાઈ પંચોલી,એમએસ ગજ્જર સહીત શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો.અંતમાં આભારવિધિ એ જે પંચાલે કરી પૂ.સ્વામીનો આભાર પ્રગટ કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230203-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *