Gujarat

બોડેલીની સવિતા મેટરનિટી હોસ્પિટલ ના ડો વિપુલ રાઠવા એ આંતરડા સાથે ચોંટેલી ગાંઠનું લેપ્રોસ્કોપી કરી સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું.        

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની તરીકે ઓળખાતુ બોડેલી નગર હાલમાં આરોગ્યલક્ષી સેવાઓ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી રહ્યું છે જિલ્લામાં બોડેલી એક આરોગ્ય ક્ષેત્રનું હબ પણ ગણાઈ રહ્યું છે આવા બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ સવિતા મેટરનીટી હોસ્પિટલ માં છેલ્લા ચારેક માસથી પેટમાં થતા દુ:ખાવાથી પીડાતી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના પીપલીયા વાંટ ગામની એક 30 વર્ષની મહિલા પેટના દુઃખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવી હતી જેની સોનોગ્રાફી કરવામાં આવતા તેણીનીના પેટમાં 15.6 ( SI ) x 13 ( ML) x 10.9 ( AP) cm.
કદની એક અંડાશયની ગાંઠ અને તેની સાથે આંતરડા પણ ચોંટી ગયા હોવાનું જણાતા પ્રસુતિ તથા સ્ત્રી રોગના નિષ્ણાત ડૉ. વિપુલ રાઠવા એ ગાંઠને કોઈપણ જાતના વાઢ કાપ કર્યા વગર લેપ્રોસ્કોપી કરી એટલે કે દૂરબીન દ્વારા માત્ર એક એક સેન્ટીમીટર ના હોલ કરી ખૂબ જ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી મહિલા ના પેટમાંથી ગાંઠ બહાર કાઢી લેતા છેલ્લા ચારેક મહિનાથી પેટના અસહ્ય દુખાવાથી પીડાતી મહિલાને પેટના દુઃખાવાથી મુક્ત કરતા પીડિત મહિલા અને તેના પરિવારજનોએ હાંશકારો લીધો હતો. જોકે મહિલાને ઓપરેશન બાદ બીજા જ દિવસે રજા પણ આપી દેવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230214-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *