Gujarat

બોરવેલમાં ફસાયેલી ૨ વર્ષીય બાળકી રોશનીને બચાવી ના શકાઈ

જામનગર
ગઇકાલે સવારે જામનગર જિલ્લાના તમાચણ ગામમાં ૨ વર્ષની બાળકી ૨૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં ૨૦ ફૂટ આસપાસ ફસાઈ ગઇ હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત સેના પણ રેસ્ક્યૂ કામગીરીમાં જાેડાઇ હતી. પરંતુ આ ઘટનાને લઇને ખૂબ જ દુખદ સમાચાર સમાચાર સામે આવી રહ્યા છે. લગભગ ૨૦ કલાકની ભારે જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઇ નથી. આજે વહેલી સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.આજે વહેલી સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. દ્ગડ્ઢઇહ્લની મદદથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રોશનીને મૃત હાલતમાં બોરવેલમાંથી બહાર કઢાઈ હતી. વહેલી સવારે ૫ઃ૪૫એ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. રોશની ગઈકાલે સવારે ૯ઃ૩૦ વાગ્યે બોરવેલમાં પડી હતી.ગઇકાલે જિલ્લાના તમાચણ ગામમાં ૨ વર્ષની બાળકી ૨૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં ૨૦ ફૂટ આસપાસ ફસાઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના ધાર વિસ્તારના વતની લાલુભાઈભાઈ વાસ્કેલ પત્ની તેમજ બાળકો સાથે તમાચણ ગામ આવ્યા છે. ત્યારે ૩ જૂન શનિવારના દિવસે સવારના અંદાજિત ૯ઃ૩૦ વાગ્યા આસપાસ ખેતરમાં આવેલા એક બોરવેલમાં ૨ વર્ષીય બાળકી રોશની પડી ગઈ હતી.સમગ્ર બનાવની જાણ પરિવારને થતા તેમણે વાડી માલિકને જાણ કરી હતી. ત્યારે આ મામલે સરપંચ સહિતના ગ્રામજનોએ પંચકોષી એ-ડિવિઝન પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા અંદાજિત ૧૦ઃ૩૦ વાગ્યા આસપાસ પોલીસઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ ૧૧ વાગ્યા આસપાસ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ બનાવ બાબતે જામનગર તેમજ કાલાવડનો ફાયરબ્રિગેડનો સ્ટાફ રેસ્ક્યૂની કામગીરીમાં જાેડાયો હતો. તેમજ ઘટનાની ગંભીરતાને જાેતા મદ્રાસ રેજીમેન્ટની ટીમ અંદાજિત ૩ વાગ્યા આસપાસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. મદ્રાસ રેજીમેન્ટના મેજર સચિન સંધુ સહિતના અધિકારીઓ રેસ્ક્યૂની કામગીરીમાં જાેડાયા હતા. પરંતુ કલાકોની જહેમત બાદ પણ સફળતા હાથ ન લાગતા દ્ગડ્ઢઇહ્લની ટીમ ઘટના બન્યાના ૧૦ કલાક બાદ ઘટનાસ્થળ પર પહોંચી હતી. રાત્રિના ૮ઃ૧૫ કલાક બાદ દ્ગડ્ઢઇહ્લના જવાનો દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતની કલાકોમાં બાળકીને પાણીમાં ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું હતું. પરંતુ સાંજના પાંચ વાગ્યે બાદ પાણીમાં ઓક્સિજન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યૂની કામગીરી કરી રહેલા અધિકારીઓ દ્વારા પાણીમાં કેમેરો નાખીને બાળકીની મૂવમેન્ટ બાબતે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જાે કે, બાળકી કોઈ પણ જાતનો રિસ્પોન્ડ ન કરતી હોવાનું સામે આવ્યું હતું.આ ઉપરાંત બોરવેલની આસપાસ બે અલગ અલગ ખાડા પણ પાડવામાં આવ્યા હતા. આ બનાવ સંબંધે મામલતદાર એસડીએમ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *