Gujarat

બોરસદ ખાતે સામુદાયિક આગેવાનો માટે તાલીમ યોજાઈ.

મકસુદ કારીગર, ખેડા-કઠલાલ
બોરસદ તાલુકા પંચાયત ભવન ખાતે તા. ૧૯ ફેબ્રુઆરી ના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા ગ્રામ્યકક્ષાના સામુદાયિક આગેવાનો માટે તાલીમ યોજાઈ હતી જેમાં બોરસદ તાલુકાના જુદાજુદા ગામોમાંથી ૪૫ જેટલા આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી યોજનાઓનું અમલીકરણ, સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ જેવા ઘણાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોજાયેલ આ તાલીમમાં અસરકારક નેતૃત્વને સ્પર્શતા દસ જેટલા મુદ્દાઓની વિસ્તૃત સમજ આશાદીપ સંસ્થાના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. સવારના ૧૧:૦૦ બપોરના ૩:૦૦ સુધી કાર્યરત રહેલી આ તાલીમમાં બોરસદ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્ય ફાધર અરુલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230219-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *