આજ રોજ જાહેર થયેલ ધો.12(કોમર્સ) નું માર્ચ-2023 માં પાઠક સ્કૂલનો વિદ્યાર્થી કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે અને બોર્ડમાં ચોથા ક્રમાંકે ચંદારાણા પાર્થ દિલીપભાઈ 99.96 PR સાથે સ્કૂલનું ગૌરવ વધારેલ છે. તેમજ ધો.12(કોમર્સ) નું સ્કૂલનું પરિણામ 100% આવેલ છે. જયારે કેશોદ કેન્દ્રનું પરિણામ માત્ર 55.39% આવેલું છે. હાલમાં ધો.10માં પણ પાઠક સ્કૂલનું 100% પરિણામ આવેલ. આમ સતત આ વર્ષે 100% પરિણામ આપીને કેશોદમાં ટોચનું સ્થાન જાળવી રાખેલ છે. ધો.12(કોમર્સ) માં માત્ર 15 વિદ્યાર્થીઓમાં 9 વિદ્યાર્થીઓને 90+ PR આવેલ છે. A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓએ મેળવેલ છે.
માર્ચ-2023 માં બંને ધોરણમાં 100% પરિણામ આવતા સ્કૂલના ટ્રસ્ટીશ્રી સમીરભાઈ કણસાગરાએ જણાવેલ કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 11 કોમર્સમાં પ્રથમ 75 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેમને માત્ર 9800/- વાર્ષિક ફી ભરીને આપવામાં આવેશે. દરેક વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય કે હું પણ સારી શાળામાં ભણું. તે વાક્યને સાર્થક કરવા આ પગલું ભર્યું છે. વધારાના ટ્યુશનની કોઈ જરૂરિયાત ના રહે તે પ્રકારની સ્કૂલ તરફથી જ વ્યવસ્થા કરવામાં આવશે.
*નરેશ રાવલીયા કેશોદ*


