Gujarat

ભગવાન જે કંઇ કરે છે અમારા સારા માટે..

હંમેશાં ભગવાન અમારા માટે જે કંઇ કરે છે તે સારા માટે જ કરે છે.એકવાર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! આપના ભક્તો ગરીબ કેમ હોય છેત્યારે ભગવાન કહે છે કે નારદજી..મારી કૃપાને સમજવી મુશ્કેલ છે.આટલું કહીને ભગવાન નારદજી સાથે સાધુનો વેશ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે અને એક શેઠજીના ઘેર જઇ ભિક્ષા માંગવા માટે દરવાજો ખટખટાવે છે.શેઠજી બબડતાં બબડતાં દરવાજો ખોલે છે તો સામે બે સાધુઓ ઉભા છે.

ભગવાન કહે છે કે ભાઇ..ઘણી જ ભૂખ લાગી છે થોડું ખાવાનું મળશેત્યારે શેઠજી ગુસ્સે થઇને બબડે છે કે તમે બંન્નેને શરમ નથી આવતીઆ બધો તમારા બાપનો માલ છેકામકાજ કરીને ખાવામાં શરમ આવે છેજાઓ અહીથી..કોઇ હોટલમાં જઇને ખાવાનું માંગજો..

નારદજી કહે છે કે જોયું પ્રભુ ! આ શેઠ આપના ભક્તો અને આપનો નિરાદર કરનાર સુખી પ્રાણી છે. તેને હમણાં જ શ્રાપ આપો.નારદજીની વાત સાંભળીને  ભગવાને શેઠને તેની પાસે છે તેના કરતાં વધુ સંપત્તિ મળે તેવું વરદાન આપ્યું.

ત્યારબાદ ભગવાન નારદજીને લઇને એક ગરીબ વૃદ્ધાના ઘેર જાય છે કે જે એક નાનકડી ઝુંપડીમાં રહેતી હતી. જેની મિલ્કતમાં એક ગાય સિવાય કંઇ જ નહોતું.ભગવાને જેવી ભિક્ષા માટે અવાજ લગાવી તો વૃદ્ધ માતાજી ઘણી જ ખુશ થઇને ઘરની બહાર આવે છે.બંન્ને સંતોને આસન આપીને બેસાડે છે અને પાણી પીવડાવ્યા બાદ દૂધ લઇને આવે છે અને કહે છે કે પ્રભુ ! મારી પાસે આપને આપવા માટે બીજું કંઇ જ નથી તો આ દૂધનો સ્વીકાર કરો.

ભગવાને ઘણા જ પ્રેમથી વૃદ્ધાના દૂધનો સ્વીકાર કરે છે ત્યારે નારદજી ભગવાનને કહે છે કે પ્રભુ ! આ સંસારમાં આપના ભક્તોની દુર્દશા મારાથી જોવાતી નથી.આ બિચારી વૃદ્ધા આપનું ભજન કરે છેઅતિથિ સત્કાર કરે છે.આપ તેમને કોઇ સારા આર્શિવાદ આપો.ભગવાને થોડો વિચાર કરીને વૃદ્ધ માતાજીની ગાય મરી જાય તેવો અભિશાપ આપી દીધો.આ સાંભળીને નારદજી બબડે છે અને કહે છે કે પ્રભુજી ! આપે આ શું કર્યું?

ભગવાન કહે છે કે આ વૃદ્ધ માતા મારૂં નિરંતર ભજન કરે છે.કેટલાક દિવસો બાદ તેમનું મૃત્યુ થવાનું છે અને મરતી વખતે તેમને ગાયની ચિંતા રહેવાની છે અને મરતી વખતે તેમને ગાયની ચિંતા થશે કે મારા મૃત્યુ પછી ગાયને કોઇ કસાઇ કાપી નાખશે તોમારા મૃત્યુ પછી આ ગાયની દેખભાળ કોન રાખશે. એટલે આ વૃદ્ધ માતા મૃત્યુના સમયે મારૂં સ્મરણ કરવાના બદલે ગાયની ચિંતા કરશે અને તે મૃત્યુ પછી મારા ધામમાં જવાના બદલે ગાયની યોનિમાં ચાલી જશે.બીજી તરફ શેઠને તેમની પાસે જે કંઇ ભૌતિક સંપત્તિ છે તે અનેક ઘણી વધી જવાનું વરદાન આપ્યું છે એટલે મૃત્યુના સમયે શેઠ ધન અને તિજોરીનું જ ધ્યાન કરશે અને તે તિજોરીની નીચે સાપ બનશે.

પ્રકૃતિનો નિયમ છે કે જે ચીજ-વસ્તુઓમાં અતિ લગાવ રહેશે તે અનુસાર જીવનો બીજો જન્મ થાય છે અને અનેક ઘણું દુઃખ ભોગવવું પડતું હોય છે એટલે આપણું ચિંતન પ્રભુ પરમાત્મામાં વધુ રાખવાની આવશ્યકતા છે.

મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો,મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.

મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે એટલે કે મોક્ષને પ્રાપ્ત થઇ શકે છે.અતૃપ્ત  વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે પરંતુ સુક્ષ્મ  સંસ્કારો ટકી રહે છે,એ સંસ્કા્રો જ પુનઃજન્મનું કારણ બને છે.સુક્ષ્મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્વારા નવો જન્મ પામે છે.

મૃત્યુ નજીક આવે ત્યારે બુધ્ધિમાન પુરૂષે તન-મન-વચનથી યમના ભયના નિવારણ કર્તા,સુખ દાયક પ્રભુના ચરણકમળોનું ધ્યાન કરવું જોઇએ.મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી,પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે.જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે કેમકેઃસિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે.

મૃત્યુ સમયે જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે.અંતકાળે યમદુતો તેને રડાવતા નથી પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી.યમદૂત તેને મારતા નથી પણ ઘરની મમતા તેને મારે છે અને રડાવે છે. જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે છતાં વિવેક રહેતો નથી. અંતકાળમાં બે યમદૂતો આવે છેઃ પાપ પુરૂષ અને પુણ્ય પુરૂષ.પાપ પુરૂષ કહે છે કે તેં બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે.પુણ્ય પુરૂષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તેં પુણ્ય કેમ કર્યું નહિભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરીતેમ કરીને મારે છે.આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *